
6 મે ની રાત્રે ભારતે પાકિસ્તાનના આંતકી ઠેકાણાઓ પર હુમલા કરી પહલગામ હુમલાનો જવાબ આપ્યો. પરંતુ પાકિસ્તાને આ ભારતની આ કાર્યવાહીને ઉશ્કેરનારુ કૃત્ય ગણાવતા સરહદ પર અને ત્યાં સુધી કે સિવિલિયન વિસ્તારોમાં પણ હુમલા શરૂ કરી દીધા. ભારતીય સેનાએ તેનો પણ વળતો પ્રહાર કર્યો. કૂલ મળીને હાલ યુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે. તો આનો અર્થ શું એ છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયુ? જો હાં તો તેની સત્તાવાર જાહેરાત કોણ કરશે? એક બાદ એક સંઘર્ષના પડાવ સમજો ભલે જંગ એકાએક શરૂ થયેલી જોવા મળે પરંતુ આ પણ કોઈ બીમારીની જેમ ધીમે-ધીમે ફેલાય છે. જેમ શરૂઆત રાજકીય નિવેદનબાજીથી થાય છે. જેના મૂળમાં કોઈ ઘટના હોઈ શકે છે. જેમ ભારત અને પાકિસ્તાનની વાત કરીએ તો પહલગામ હુમલાને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકી હુમલા તરીકે ગણવામાં આવ્યો અને ભારતે વ્યૂહાત્મક રણનીતિ તરીકે ઈસ્લામાબાદ સાથે કેટલીક સંધિ તોડી નાખી. જે બાદ બંને દેશોએ એક-બીજા પર અનેક પ્રતિબંધો લગાવવાનું શરૂ કર્યુ. ત્રીજા ચરણમાં સીમા પર સૈનિકોનું...
Published On - 9:04 pm, Fri, 9 May 25