
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને જયપુરની મીઠાઈ દુકાનોએ લોક જનભાવનાઓને માન આપીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે – હવે લોકપ્રિય મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે.
મોતી પાક, આમ પાક અને ગુંદ પાક હવે મોતી શ્રી, આમ શ્રી અને ગુંદ શ્રી તરીકે ઓળખાશે.
અત્યંત વૈભવી મીઠાઈ સ્વર્ણ ભસ્મ પાક હવે સ્વર્ણ ભસ્મ શ્રી તરીકે ઓળખાશે.
દુકાનદારો કહે છે કે ગ્રાહકો વારંવાર કહી રહ્યા હતા કે ‘પાક’ શબ્દ તેમને પાકિસ્તાનની યાદ અપાવે છે. તેથી લોકભાવનાઓનું માન રાખીને આ પરિવર્તન કરવામાં આવ્યું છે.
આ રીબ્રાન્ડિંગમાં જયપુરની જાણીતી દુકાનો જેમ કે બૉમ્બે મિઠાઈ ભંડાર, ત્યૌહાર સ્વીટ્સ, તેમજ માનસરોવર, રાજા પાર્ક અને વિશ્વાલય વિસ્તારોની મીઠાઈ દુકાનો સામેલ છે.
#WATCH | Jaipur, Rajasthan | Sweet shops in Jaipur rename ‘Moti Pak’ to ‘Moti Shree’ and ‘Mysore Pak’ to ‘Mysore Shree’ amid recent tension between India and Pakistan. pic.twitter.com/d000MiNWL9
— ANI (@ANI) May 24, 2025
સોશિયલ મીડિયા પર પણ આ નિર્ણય ચર્ચામાં છે. એક યુઝરે તો રમૂજભર્યા અંદાજમાં લખ્યું:
“અમે માગ કરીએ છીએ કે જ્યારે આપણે પાણીમાં કૂદીએ ત્યારે અવાજ ‘છપકી’ નહિ પરંતુ ‘છશ્રી’ હોવો જોઈએ!”
આ દરમિયાન નેધરલેન્ડના લીડેન યુનિવર્સિટી ખાતે ભારતીય ભાષાઓના વિદ્વાન અભિષેક અવતાંસે આ પગલાની ભાષાવિજી્ઞાન દ્રષ્ટિએ ટીકા કરી છે. તેમણે કહ્યું: ‘પાક’ શબ્દનો અર્થ છે – ચાશની કે મીઠો પાકી બનાવેલો ખોરાક. તે કન્નડના ‘પાકા’ અને સંસ્કૃતના ‘પક્વ’ પરથી આવે છે. તેનો પાકિસ્તાનથી કોઈ લેવાનું ન આપવાનું નથી.”
અંતે પ્રશ્ન એ છે કે ભાષા બદલવાથી ભાવના બદલાય છે કે નહીં? પરંતુ એક વાત ચોક્કસ છે – મીઠાઈઓ હજુ પણ તેટલીછ મીઠી છે..