Breaking News : ISROની સેટેલાઇટ તસવીરોએ વધારી ચિંતા, દેશના મોટા ભાગમાં ભારે વરસાદની શક્યતા

અમેરિકા-ઈરાન યુદ્ધમાં હવે પાણીના પ્લાન્ટ નિશાન બન્યા છે, જેનાથી ગલ્ફ દેશોમાં પીવાના પાણીનું સંકટ ઊભું થયું છે. ડીસેલિનેશન પ્લાન્ટ્સ પર હુમલાથી લાખો લોકો પ્રભાવિત થયા છે, જે માનવીય કાયદાનું ઉલ્લંઘન છે.

Breaking News : ISROની સેટેલાઇટ તસવીરોએ વધારી ચિંતા, દેશના મોટા ભાગમાં ભારે વરસાદની શક્યતા
| Updated on: Jul 19, 2026 | 4:24 PM

દેશભરમાં ફરી એકવાર ચોમાસું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ભારતીય અવકાશ સંસ્થા (ISRO)ના INSAT-3DR ઉપગ્રહથી પ્રાપ્ત થયેલી તાજેતરની સેટેલાઇટ તસવીરોમાં ભારતના વિશાળ વિસ્તારમાં ઘન વાદળો છવાયેલા દેખાતા હોવાથી આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD) સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને વિવિધ રાજ્યો માટે વરસાદ સંબંધિત એલર્ટ જાહેર કરી રહ્યું છે.

દેશના મોટા ભાગમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે

સેટેલાઇટ તસવીરો મુજબ દેશના લગભગ 60થી 70 ટકા વિસ્તાર પર ચોમાસાના વાદળો સક્રિય છે. જમ્મુ-કાશ્મીરથી લઈને ગંગાના મેદાનો, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજ્યો સુધી ઘન વાદળોનો વ્યાપ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશના મોટા ભાગમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનને જરૂરી સાવચેતી રાખવા તેમજ લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

વામાન અપડેટ પર સતત નજર રાખવાની સલાહ

છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ક્યાંક અતિભારે વરસાદ તો ક્યાંક લાંબા સમય સુધી વરસાદના અભાવે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન નિષ્ણાતો આ બદલાવને આબોહવા પરિવર્તનની અસર સાથે જોડીને જોવે છે અને લોકોને સત્તાવાર હવામાન અપડેટ પર સતત નજર રાખવાની સલાહ આપે છે.

મહારાષ્ટ્રમાં પણ વરસાદ ફરી એકવાર જોર પકડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યના 23 જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને મરાઠવાડા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજે પુણે, નાસિક, પરભણી, જાલના, બીડ, નાંદેડ, હિંગોલી, સોલાપુર, લાતુર, અમરાવતી, ગઢચિરોલી, ધારાશિવ, બુલઢાણા, ચંદ્રપુર અને નાગપુર સહિત અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

નોંધ: હવામાનની સ્થિતિ સતત બદલાતી રહેતી હોવાથી તાજી અને સત્તાવાર માહિતી માટે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવતા બુલેટિન પર નજર રાખવી જરૂરી છે.

Follow Us