
રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વભરના દેશો ઘણું શીખી રહ્યા છે અને આધુનિક યુદ્ધના બદલાતા લેન્ડસ્કેપને સ્વીકારી રહ્યા છે. રશિયાની સેનાના અનુભવોને ધ્યાનમાં લઈને ભારત પણ નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઝડપી પગલાં લઈ રહ્યું છે. ભારત તેના ચાલાક પાડોશી ચીનના સંભવિત કાવતરાનો સામનો કરવા માટે તેની સંરક્ષણ તૈયારીઓને સતત તેજ કરી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાંથી શીખ્યા બાદ ભારતે આધુનિક સમયના યુદ્ધને અનુરૂપ તેની ટેન્કો અપગ્રેડ કરી છે. રશિયન ટેન્ક યુક્રેન પર હુમલો કરવામાં અસરકારક સાબિત નથી થઈ રહી. એટલા માટે ભારત એલર્ટ થઈ ગયું છે, કારણ કે આપણી પાસે પણ એ જ રશિયન ટેન્ક છે. આ T-90 ટેન્કને ભારતમાં ભીષ્મ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ભારતે આ ટેન્કને અપગ્રેડ કરવાની સાથે એક એવી ટેન્ક પણ બનાવી છે, જેનાથી ચીનની મુશ્કલી વધી શકે છે. ગુજરાતના સુરતમાં કરાયું ટેન્કનું સફળ પરીક્ષણ સ્વદેશી અભિયાન હેઠળ ભારતે હવે લાઇટ ટેન્ક બનાવવામાં સફળતા મેળવી છે. ગુજરાતના સુરતમાં સ્વદેશી લાઇટ ટેન્કનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, જેને જોરાવર નામ આપવામાં...
Published On - 8:17 pm, Mon, 15 July 24