India France Talks: ભારત-ફ્રાંસે પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકન ક્ષેત્ર પર કરી ચર્ચા, સહયોગ મજબૂત કરવા થયા સંમત

|

Apr 12, 2022 | 6:36 PM

ભારત અને ફ્રાન્સે મંગળવારે પહેલીવાર પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકન ક્ષેત્ર પર ચર્ચા કરી હતી. આ વાતચીત વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે.

India France Talks: ભારત-ફ્રાંસે પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકન ક્ષેત્ર પર કરી ચર્ચા, સહયોગ મજબૂત કરવા થયા સંમત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ભારત અને ફ્રાન્સે મંગળવારે પહેલીવાર પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકન ક્ષેત્ર પર ચર્ચા કરી હતી. આ વાતચીત વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને પક્ષો (India France Relations)એ તેમની પ્રાથમિકતાઓ અને રસના ક્ષેત્રો તેમજ પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકા ક્ષેત્રના રાજકીય, સુરક્ષા, આર્થિક અને વેપાર સંબંધિત ક્ષેત્રો શેર કર્યા હતા અને મુખ્ય મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ આ ક્ષેત્રમાં તેમના સહયોગને વધુ મજબૂત કરવા અને સમયાંતરે ચર્ચાઓ ચાલુ રાખવા સંમત થયા છે. અગાઉ એવા અહેવાલ હતા કે, યુક્રેન પર રશિયાના હુમલાની અસર પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં પણ જોવા મળી રહી છે. ખોરાકની વધતી કિંમતોને કારણે લાખો બાળકો કુપોષણના જોખમમાં છે. સંયુક્ત રાષ્ટ્ર ચિલ્ડ્રન એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

અનાજ મેળવવામાં મુશ્કેલી

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)એ કહ્યું હતું કે, લોકોને રમઝાન મહિનામાં ખોરાક એકત્ર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધથી પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકાના દેશો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અહીં ફેલાયેલી ગરીબી અને કોરોના વાયરસની મહામારીએ સ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે. તેની પાછળનું એક કારણ એ છે કે યુક્રેન અને રશિયા વિશ્વના એક તૃતીયાંશ ઘઉં અને જવની નિકાસ કરે છે. જેના કારણે પશ્ચિમ એશિયાના દેશોમાં રહેતા લાખો લોકો સુધી ભોજન પહોંચી શક્યું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રશિયા અને યુક્રેન સૂર્યમુખીના બીજમાંથી બનેલા અન્ય અનાજ અને તેલના પણ મોટા નિકાસકારો છે. યુનિસેફે ચેતવણી આપી છે કે જો સ્થિતિ આવી જ રહી તો પ્રદેશની સ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થશે. જે દેશોમાં સ્થિતિ વધુ ખરાબ થશે તેમાં ઇજિપ્ત, લેબનોન, લિબિયા, સુદાન, સીરિયા અને યમનનો સમાવેશ થાય છે. અહીંના બાળકોમાં આના કારણે કુપોષણનું જોખમ વધી ગયું છે. આ દેશો પહેલેથી જ સંઘર્ષનો સામનો કરી રહ્યા છે અને અહીંની આર્થિક સ્થિતિ પણ સારી નથી. માહિતી અનુસાર, પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં ઉપયોગમાં લેવાતી 90 ટકાથી વધુ ખાદ્ય ચીજો આયાત કરવામાં આવે છે. હાલમાં, આ પ્રદેશમાં માત્ર 36 ટકા બાળકોને ખોરાક મળી રહ્યો છે, જે તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે.

આ પણ વાંચો: IIT JAM 2022: IITના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JAM 2022 ફોર્મ બહાર પાડવામાં આવ્યું, જુઓ સંપૂર્ણ સમયપત્રક

આ પણ વાંચો: KVS Admission 2022: દિલ્હી હાઈકોર્ટે KVSમાં પ્રવેશની વય મર્યાદાને પડકારતી અરજીને ફગાવી દીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Published On - 6:35 pm, Tue, 12 April 22

Next Article