IRCTC: સમુદ્રની લહેરોનો આનંદ માણો, ભારતની પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રૂઝ લાઇનર આજથી શરૂ થશે, વાંચો સંપૂર્ણ વિગતો

|

Sep 18, 2021 | 10:58 AM

બુકિંગ કરાવવા માટે IRCTCની વેબસાઇટ www.irctctourism.com પર જવું પડશે. IRCTCએ પ્રમોશન અને માર્કેટિંગ માટે અને ભારતમાં પ્રથમ લગ્ઝરીક્રૂઝ ચલાવવા માટે કોર્ડેલિયા સાથે કરાર કર્યું છે.

IRCTC: સમુદ્રની લહેરોનો આનંદ માણો,  ભારતની પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રૂઝ લાઇનર આજથી શરૂ થશે, વાંચો સંપૂર્ણ વિગતો
india first indigenous luxury cruise liner launching by irctc today tourism in india

Follow us on

IRCTC : ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) આજથી દેશનું પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રુઝ લાઇનર લોન્ચ કરશે. તેનું બુકિંગ આજથી (18 સપ્ટેમ્બર) IRCTC વેબ પોર્ટલ દ્વારા કરી શકાય છે. આ સ્વદેશી ક્રુઝ મુસાફરોને ગોવા, દીવ, કોચી, લક્ષદ્વીપ અને શ્રીલંકા જેવા કેટલાક લોકપ્રિય ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો પર લઈ જશે. IRCTC (Indian Railway Catering and Tourism Corporation)એ ભારતમાં પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રુઝના પ્રચાર અને માર્કેટિંગ માટે મેસર્સ વોટરવેઝ લેઝર ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કોર્ડેલિયા ક્રુઝ (Cordelia Cruz)સાથે કરાર કર્યા છે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને કહ્યું હતું કે, કોર્ડેલિયા ક્રૂઝ ભારતની પ્રીમિયમ ક્રૂઝ લાઇનર (Premium cruise liner)છે. તે ભારતમાં ક્રૂઝ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને ચલાવવાની ઇચ્છા ધરાવે છે જે સ્ટાઇલિશ, લગ્ઝરી અને સૌથી અગત્યનું, કુદરતી રીતે ભારતીય છે.

IRCTC એ કહ્યું કે જહાજમાં સવાર મહેમાનોને ગોવા, દીવ, લક્ષદ્વીપ, કોચી અને શ્રીલંકા જેવા કેટલાક શ્રેષ્ઠ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળો પર સફર કરવાનો અનુભવ હશે. બુકિંગ કરાવવા માટે IRCTC ની વેબસાઇટ www.irctctourism.com પર જવું પડશે. IRCTC એ પ્રમોશન અને માર્કેટિંગ માટે અને ભારતમાં પ્રથમ લગ્ઝરી ક્રૂઝ (Luxury cruise)ચલાવવા માટે કોર્ડેલિયા સાથે કરાર કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ભારતમાં પણ ક્રુઝ લાઇનરને પ્રોત્સાહન આપવું જોઇએ

IRCTC (Indian Railway Catering and Tourism Corporation)એ પ્રવાસન સેવા હેઠળ ક્રુઝ ચલાવવાનો નિર્ણય કર્યો છે. IRCTC અનુસાર, Cordelia Cruises ભારતની પ્રીમિયમ ક્રૂઝ લાઇનર કંપની છે. આ કંપનીનો પ્રયાસ ભારતમાં પણ ક્રુઝ લાઇનરને પ્રોત્સાહન આપવાનો છે. ગ્રાહકોને સ્ટાઇલિશ, લગ્ઝરી અને આરામદાયક સેવા પૂરી પાડો. ભારતના લોકો જે પ્રકારની સેવા અને રજાઓનો આનંદ માગે છે તે પૂરી પાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ક્રુઝ લાઇનરની મદદથી લોકો દેશના સૌથી પ્રસિદ્ધ સ્થળો જેમ કે, ગોવા, દિવ, લક્ષદ્વીપ, કોચી અને શ્રીલંકાના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ શકશે. કોર્ડેલિયા ક્રૂઝ આજથી તેની પ્રથમ સફર શરૂ કરવા જઈ રહી છે. પ્રથમ તબક્કામાં આ ક્રૂઝ લાઇનર તેના બેઝ સ્ટેશન મુંબઈ (Mumbai)થી રવાના થશે. વર્ષ 2022 થી, ક્રુઝનું બેઝ સ્ટેશન ચેન્નાઈ ખસેડવામાં આવશે. આ પછી, પ્રવાસીઓ શ્રીલંકાના વિવિધ વિસ્તારો જેમ કે, કોલંબો, ગાલે, ત્રિકોણમાલી અને જાફના માટે રવાના થઈ શકશે.

આ પણ વાંચો : Domestic Violence Case : હની સિંહે કોર્ટમાં જવાબ આપ્યો હું UAEનું ઘર નહીં વેચું

Next Article