હાઈ એલ્ટિટ્યૂડ સુડો સેટેલાઈટની તૈયારીમાં લાગ્યુ ભારત, 200 કિમી દૂરથી દુશ્મન પર નજર રાખી શકશે

|

Nov 30, 2021 | 11:19 PM

HAL સિવાય ફ્રાન્સની એક કંપની અને અમેરિકાની એક કંપની આ પ્રકારની તકનીક પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે HALને વિશ્વાસ છે કે ભારત આ બે કંપનીઓ પહેલા જ આ પ્રોટોટાઈપ તૈયાર કરી લેશે.

હાઈ એલ્ટિટ્યૂડ સુડો સેટેલાઈટની તૈયારીમાં લાગ્યુ ભારત, 200 કિમી દૂરથી દુશ્મન પર નજર રાખી શકશે

Follow us on

ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોની સાથે ભારત પણ પોતાની હાઈ એલ્ટિટ્યૂટ સૂડો સેટેલાઈટ તૈયાર કરવામાં લાગ્યુ છે. HAL તેની પર કામ કરી રહ્યું છે. હાઈ એલ્ટિટ્યૂટ સૂડો (Pseudo) સેટેલાઈટ દ્વારા અનમેન્ડ એરક્રાફ્ટ અને કન્વેન્શનલ સેટેલાઈટની વચ્ચે ગેપ ભરશે. ત્યારે આ 200 કિલોમીટર દૂરથી દુશ્મન પર નજર રાખી શકશે. આ માત્ર ડિફેન્સના હેતુથી નહીં પણ જિયોલોજિકલ સર્વિસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ ઉપયોગ કરી શકાશે.

 

HAL સિવાય ફ્રાન્સની એક કંપની અને અમેરિકાની એક કંપની આ પ્રકારની તકનીક પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે HALને વિશ્વાસ છે કે ભારત આ બે કંપનીઓ પહેલા જ આ પ્રોટોટાઈપ તૈયાર કરી લેશે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

 

શું છે તેની ખાસિયત

HAPSનો પ્રથમ પ્રોટોટાઈપ વિકાસના તબક્કામાં છે. તેને વિકસિત કરવામાં 700 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ દુશ્મનના વિસ્તારમાં ઘુસ્યા વગર 200 કિલોમીટર અંદર સુધી નજર કરી શકશે. તેમાં 30-35 કિલો વજન લઈ જવાની ક્ષમતા હશે. જ્યારે ફ્રાન્સ અને અમેરિકાની કંપની જે પ્રોટોટાઈપ બનાવી રહી છે, તેમાં વજનની ક્ષમતા 15 કિલો છે. HAPSનું વજન લગભગ 500 કિલો હશે. આ સોલર એનર્જીથી ચાલશે અને 70 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડશે. તે જગ્યાએ પહોંચવામાં 24 કલાક લાગશે અને તે ત્યાં 3 મહિના સુધી રહી શકશે.

 

સૌથી ખાસ વાત એ છે કે આ કન્વેન્શનલ સેટેલાઈટથી સસ્તુ હશે અને જ્યાં ઈચ્છીએ ત્યાં પ્લેસ કરી શકીએ છીએ. આ પ્રોજેક્ટ પર HALની સાથે બેંગ્લોરની એક સ્ટાર્ટઅપ કંપની કામ કરી રહી છે. HAPSએ HALની કમ્બાઈન્ડ એર ટીમિંગ સિસ્ટમ (CATS)નો એક ભાગ છે. ડ્રોન દ્વારા લડવામાં આવતા યુદ્ધ માટે આ મહત્વપૂર્ણ છે. CATSમાં ચાર ભાગ છે. તેમાં મધર શિપ છે, જે એક મોટું ડ્રોન છે.

 

HAPS સીધી મધર શિપ સુધી જાણકારી મોકલશે. કોમ્બેટ એર ટીમિંગ સિસ્ટમમાં ફાઈટર જેટની સાથે ડ્રોનની ટીમ બનાવવામાં આવશે, એટલે ફાઈટર જેટ જેને પાયલટ ઉડાવી રહ્યા છે અને તેની સાથે અનમેન્ડ એરક્રાફ્ટ એટલે કે ડ્રોન. ડ્રોન તમામ રિસ્કી કામ કરશે અને ફાઈટર જેટનોપાયલટ તેમને કમાન્ડ આપશે અથવા કંટ્રોલ કરશે.

 

આ પણ વાંચો: BSFના ફ્રન્ટિયર IG જી.એસ. મલિકે કહ્યું, ગુજરાત BSFના ઈતિહાસમાં ડ્રગ્સની ઘૂસણખોરી ક્યારેય સફળ થઈ નથી

 

આ પણ વાંચો: Rajasthan Royals IPL 2022 Retained Players: રાજસ્થાન રોયલ્સમાંથી જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને ક્રિસ મોરિસ બહાર, સેમસન, બટલર અને જયસ્વાલ Retained

Next Article