ઓમિક્રોન વેરિઅન્ટના જોખમવાળા દેશોમાંથી 3,476 મુસાફરો આવ્યા ભારત, કોરોના ટેસ્ટમાં મળ્યા 6 લોકો સંક્રમિત

|

Dec 01, 2021 | 11:48 PM

Omicron: જે દેશોમાંથી ઓમિક્રોન મળી આવ્યું છે ત્યાંથી આવતા હજારો મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર 6 કલાક રાહ જોવી પડી શકે છે. ઓમિક્રોનના ખતરાને જોતા કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

ઓમિક્રોન વેરિઅન્ટના જોખમવાળા દેશોમાંથી 3,476 મુસાફરો આવ્યા ભારત, કોરોના ટેસ્ટમાં મળ્યા 6 લોકો સંક્રમિત
File Image

Follow us on

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાઈરસ (corona virus)ના 8,954 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે આ મહામારીને (Corona epidemic) કારણે 267 લોકોના મોત થયા છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં (South Africa) જોવા મળેલા કોરોનાના નવા વેરીઅન્ટ ઓમીક્રોને (Omicron)  ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. ઓમીક્રોન (Omicron)ના કેસો અન્ય દેશોમાં સતત જોવા મળી રહ્યા છે.

 

નિષ્ણાતો દાવો કરે છે કે ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) કરતાં આ વેરીઅન્ટ વધુ ચેપી છે. એક પછી એક નવા દેશો પકડમાં આવી રહ્યા છે અને આ સાથે ગભરાયેલા દેશોએ ઓમિક્રોનથી બચવા તેમજ લડવા માટે નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

ભારતમાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. એરપોર્ટથી બસ સ્ટેન્ડ સુધી તપાસ વધારી દેવામાં આવી છે. ઘણા રાજ્યોએ સ્વતંત્ર રીતે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આ વેરીઅન્ટને ધ્યાને લઈને હવે મહારાષ્ટ્રે પણ કોરોના નિયમોને કડક કરીને જોખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઈન ફરજિયાત બનાવ્યું છે.

 

આ સિવાય અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ઓમિક્રોન જે દેશોમાં મળી આવ્યો છે ત્યાંથી આવતા હજારો મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર 6 કલાક રાહ જોવી પડી શકે છે.

 

ઓમિક્રોન વેરિઅન્ટનું જોખમ ધરાવતા દેશોમાંથી છ લોકોને કોરોનાએ સંક્રમિત કર્યા 

ભારત સરકારે જણાવ્યું છે કે લખનૌ સિવાય દેશના વિવિધ એરપોર્ટ પર આજે મધ્યરાત્રિથી સાંજના 4 વાગ્યા સુધી જોખમ ધરાવતા દેશોમાંથી કુલ 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ આવી છે. વિમાનમાં 3,476 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર 6 મુસાફરો જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. સરકારે કહ્યું કે પોઝિટિવ મુસાફરોના સેમ્પલ સંપૂર્ણ જીનોમિક સિક્વન્સિંગ માટે INSACOG લેબમાં મોકલવામાં આવ્યા છે.

 

કોરોનાનું નવું સ્વરૂપ 23 દેશોમાં જોવા મળ્યું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ દેખાયા પછી આના પર સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત થયું છે.  છમાંથી પાંચ WHO પ્રદેશોના ઓછામાં ઓછા 23 દેશોએ હવે ઓમિક્રોનના કેસ નોંધાયાની જાણકારી આપી છે અને અમને ચિંતા છે કે આ સંખ્યા હજુ વધશે.

 

આ પણ વાંચો :  Mumbai Rain: મુંબઈમાં શરૂ થયો વરસાદ, IMDએ જાહેર કર્યું યલો એલર્ટ, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

 

Next Article