
ભારત અમેરિકા વચ્ચે અંતર વધી રહ્યુ છે. તો તેની અસર ચીન પર શું પડશે? આ સવાલ અનેક લોકોના મનમાં છે. હાલમાં ચીનના મીડિયામાં છપાયેલા એક રિપોર્ટમાં કહેવાયુ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં ભારત સાથે સંબંધોમાં આવેલી નિકટતાને કારણે જે લાભ થયા હતા, તેના પર હવે બીજા કાર્યકાળમાં ટેરિફના કારણે અસર પડી શકે છે. સાથે જ આ ફેરફારથી ક્યાંકને ક્યાંક ચીનને પણ ફાયદો થઈ શકે છે. જો કે અમેરિકા ભારતનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. જ્યારે ચીનની સાથે ભારતની વેપાર ખોટ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહી છે. એવામાં સવાલ એ છે કે ભારત માટે ચીન શું અમેરિકાનો વિકલ્પ બની શકે છે? બંને દેશો વચ્ચે સતત ચાલી રહી છે વાતચીત કલિંગા ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડો-પેસિફિક સ્ટડીઝના સંસ્થાપક પ્રોફેસર ચિંતામણી મહાપાત્રાનું માનવુ છે કે ભારત-ચીન વચ્ચે અંતર ઓછુ થવા પાછળ અમેરિકા એકમાત્ર કારણ નથી. મહાપાત્રા કહે છે કે છેલ્લા કેટલાક મહિનાથી બંને દેશો વચ્ચે સતત વાતચીત થઈ રહી છે. ચીન આર્થિક રીતે સંપન્ન છે...
Published On - 8:19 pm, Tue, 26 August 25