AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ફ્લાઈદુબઈ ફ્લાઈટ હાઈજેક મામલે તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, વધુ બે પાયલટની કરાઈ ધરપકડ

UAE પોલીસે ફ્લાઈદુબઈ ઍરલાઈનના બે માલદીવના પાયલટની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ ઓમાની પાયલોટ ની ફ્લાઈટ હાઈજેકના ષડયંત્રમાં સામેલ હતા. બંને પાયલટ તાજેતરમાં જ ઍરલાઈનમાં સામેલ થયા હતા અને હવે પોલીસે તેમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

Breaking News: ફ્લાઈદુબઈ ફ્લાઈટ હાઈજેક મામલે તપાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, વધુ બે પાયલટની કરાઈ ધરપકડ
| Updated on: Oct 13, 2026 | 9:05 PM
Share

ઓમાનના એક કો-પાયલટે દુબઈથી તેલ અવીન જઈ રહેલી ‘ફ્લાઈદુબઈ’ ની ફ્લાઈટને હાઈજેક કરી ક્રેશ કરવાના મામલે UAE એ મોટી કાર્યવાહી કરી છે. UAE પોલીસે ‘ફ્લાઈદુબઈ’ ઍરલાઈન માં કામ કરનારા માલદિવના બે પાયલટની ધરપકડ કરી છે. આ બંને પાયલટને ઍરલાઈનમાં માલદિવથી તાજેતરમાં જ ભર્તી કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને પાયલટની 3 ઓક્ટોબરે જ ધરપકડ કરી લેવામાં આવી હતી.

UAE સ્થિત માલદીવના દૂતાવાસે જણાવ્યુ કે તેમના પરિવારોને આ ધરપકડ અંગે સૂચના આપી દેવાઈ છે. જો કે માલદિવના અધિકારીઓએ બંને પાયલટની ધરપકડ અંગે કોઈપણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.

નોંધનિય છે કે 30 સપ્ટેમ્બરે ફ્લાઈદુબઈના ઓમાની કો-પાયલટ હમ્મામ અલ- હમ્મામી પર ફ્લાઈટના મુખ્ય પાયલટ સ્મિત મચ્છર પર કુહાડી વડે હુમલો કરી ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

અલ હમ્મામી ના સંપર્કમાં હતા બંને પાયલટ

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર પકડાયેલા બંને માલદિવના પાયલટ કામ દરમિયાન અલ હમ્મામી ના સંપર્કમાં હતા અને એ જ બિલ્ડિંગમાં રહેતા હતા જ્યાં હમ્મામી રહેતો હતો. જો કે અધિકારીઓએ હજુ સુધી એ વાતની સ્પષ્ટતા નથી કરી કે આ ઘટનામાં તેનું કનેક્શન શું છે અને તેની વિરુદ્ધ શું પુરાવા મળ્યા છે. યુએઈની આ ઘટનાને આતંકવાદી હુમલાની કોશિશ કરાર દેવામાં આવ્યો છે અને કહેવાયુ છે કે આરોપી કો-પાયલટ સામે કટ્ટરવાદી વિચારધારાનું સમર્થન કરવાની શંકા છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અને ભારતની તપાસ એજન્સી NIA પણ આ તપાસમાં જોડાઈ છે.

આતંકી ષડયંત્રની શંકા વચ્ચે NIAની તપાસ શરૂ

UAE પ્રશાસને આ હુમલાને આતંકવાદી ષડયંત્ર ગણાવ્યું છે. આરોપી કો-પાયલટ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ આંતરરાષ્ટ્રીય કાવતરા પાછળનો પર્દાફાશ કરવા માટે ભારતીય તપાસ એજન્સી NIA દ્વારા પણ ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ચોમાસું ગયું, ઠંડીના બદલે ગરમીનો કહેર! આખરે ઓક્ટોબરમાં કેમ પડી રહી છે આટલી ગરમી? – વાંચો

Follow Us
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
g clip-path="url(#clip0_868_265)">