Independence Day : 21 દિવસમાં દોઢ કરોડ લોકોએ રાષ્ટ્રગાન ગાઈને અપલોડ કર્યું, PM મોદીએ દેશવાસીઓને કરી હતી આ ખાસ અપીલ

|

Aug 15, 2021 | 8:56 AM

કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય (Ministry of Culture)દ્વારા કરવામાં આવેલી પહેલ અંતર્ગત દેશવાસીઓને 15 ઓગસ્ટ સુધીમાં રાષ્ટ્રગીત ગાઈને વેબસાઇટ પર (Website) અપલોડ કરવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. જેમાં દેશના તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Independence Day : 21 દિવસમાં દોઢ કરોડ લોકોએ રાષ્ટ્રગાન ગાઈને અપલોડ કર્યું, PM મોદીએ દેશવાસીઓને કરી હતી આ ખાસ અપીલ
Independence day 2021

Follow us on

Independence Day 2021 : સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે, “75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 1.5 કરોડથી વધુ ભારતીયોએ સરકારના પોર્ટલ રાષ્ટ્રીય anthem.in પર રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને અપલોડ કર્યું છે.”આપને જણાવી દઈએ કે, 25 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ (Man Ki Baat) રેડિયો કાર્યક્રમમાં દેશની જનતાને સાથે મળીને રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને અપલોડ કરવા માટે અપીલ કરી હતી. ત્યારે દેશવાસીઓએ રાષ્ટ્રગાન અપલોડ કરીને એક નવો રેકોર્ડ સર્જયો છે,

રાષ્ટ્રગીત અપલોડ કરીને એક અસાધારણ રેકોર્ડ બનાવ્યો

ઉપરાંત સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે, ‘સમગ્ર ભારતે આઝાદીનો અમૃત મહોત્સવ (The nectar festival of freedom) ઉજવવા ઉત્સાહપૂર્વક તૈયારી કરી છે. આખા દેશે એક સાથે રાષ્ટ્રગીત (National anthem)ગાઈને આ રેકોર્ડ બનાવ્યો છે. વધુમાં કહ્યું કે,વેબસાઇટ પર 1.5 કરોડ દેશવાસીઓએ રાષ્ટ્રગીત અપલોડ કરીને એક અસાધારણ રેકોર્ડ બનાવ્યો છે. ગયો છે. જે આ ભારતની એકતા, અખંડિતતા અને સંવાદિતા સાબિત કરે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દેશવાસીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો

કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયની પહેલ અંતર્ગત 15 ઓગસ્ટ સુધીમાં રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને વેબસાઇટ પર અપલોડ(Upload)  કરવાનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. જેમાં દેશના તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો, વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓ ઉપરાંત, જાણીતા કલાકારો, જાણીતા વિદ્વાનો, ટોચના નેતાઓ,(Politician) ઉચ્ચ અધિકારીઓ, બહાદુર સૈનિકો, (Indian Army)પ્રખ્યાત રમતવીરોથી માંડીને ખેડૂતો,દિવ્યાંગો, દરેક વ્યક્તિએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.

‘રાષ્ટ્રગીત આપણા ગૌરવનું પ્રતીક છે’

સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યુ હતુ કે,કાશ્મીરથી કન્યાકુમારી (Kanya Kumari)અને અરુણાચલ પ્રદેશથી (Arunachal Pradesh) લઈને કચ્છ સુધી, રાષ્ટ્રગાનનાં અવાજો તમામ દિશાઓમાંથી ગુંજી રહ્યા છે.ઉપરાંત ભારતની બહાર રહેતા દેશવાસીઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બતાવ્યું કે તે બીજા દેશમાં હોઈ શકે છે પરંતુ તેમનું મન ભારતની આ ભૂમિમાં સ્થાયી છે.

વધુમાં જણાવ્યું કે, માત્ર 21 દિવસમાં 1.5 કરોડનો આંકડો પાર કરીને ભારતીયોએ નિશ્ચિત કર્યું કે કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી. ઉપરાંત ડિજિટલ ઇન્ડિયાનું (Digital India) સ્વપ્ન સાકાર થતુ જોવા મળી રહ્યુ છે, કારણ કે દરેક ભારતીયએ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનું રાષ્ટ્રગીત અપલોડ કર્યું છે.વધુમાં કહ્યું કે, રાષ્ટ્રગીત આપણા ગૌરવનું પ્રતીક છે અને આ કાર્યક્રમે બધામાં ઉત્સાહ જોઈને સમગ્ર વિશ્વને ભારતની મજબૂત એકતાનો સંદેશ પણ મળ્યો છે.

 

આ પણ વાંચો: India Independence Day 2021 LIVE 75મો સ્વતંત્ર દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, લાલ કિલ્લા પર પહેલીવાર થઈ પુષ્પવર્ષા

આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસ: ‘દેશની રક્ષા કાજે સચેત અને સજાગ રહો, ચીન સાથે મતભેદો ઉકેલવા કોશિશ જારી’, સૈનિકો સાથે સંવાદમાં બોલ્યા રાજનાથ સિંહ

Next Article