Corona Update: દેશમાં કોરોનાએ રફ્તાર પકડી, છેલ્લા 24 કલાકમાં 2,380 નવા કેસ નોંધાતા લોકોમાં ચિંતા

|

Apr 21, 2022 | 12:57 PM

સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) આંકડા અનુસાર ભારતમાં કોરોના રિકવરી રેટ (Recovery Rate) 98.76 ટકા છે. જો કે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો ચિંતાજનક છે.

Corona Update: દેશમાં કોરોનાએ રફ્તાર પકડી, છેલ્લા 24 કલાકમાં 2,380 નવા કેસ નોંધાતા લોકોમાં ચિંતા
Corona Update

Follow us on

ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસે (Corona Virus) માથુ ઉંચક્યુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (Covid 19) 2,380 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોવિડને કારણે 56 લોકોના મોત થયા છે. જેના કારણે મૃત્યુઆંક વધીને 5,22,062 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના સક્રિય કેસની (Corona Active Case) સંખ્યામાં 1,093નો વધારો થયો છે. આ રીતે કોવિડ સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 13,433 થઈ ગઈ છે. જ્યારે 1,231 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 4,25,14,479 થઈ ગઈ છે.

કોરોના રિકવરી રેટ 98.76 ટકા પર પહોંચ્યો

સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) આંકડા અનુસાર ભારતમાં કોરોના રિકવરી રેટ (Recovery Rate) 98.76 ટકા છે. એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો ચિંતાજનક છે. જો કે પ્રથમ અને બીજા લહેરની તુલનામાં સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો નથી. ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 0.3 ટકાનો વધારો થયો છે, જેથી એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 13,433 થઈ ગઈ છે. બુધવારે સક્રિય કેસોની સંખ્યા 12,340 હતી. ભારતમાં કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં લોકોને ફરી એકવાર કોરોના નિયમોનું (Corona Guidelines) પાલન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. લોકોને માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.

દેશમાં રસીકરણ અભિયાન

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર 20 એપ્રિલ સુધી કોવિડ-19 માટે 83,33,77,052 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી બુધવારે 4,49,114 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતમાં કોરોનાના ખતરાનો સામનો કરવા માટે રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં લોકોને કોરોના રસીના 15,47,288 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં રસીકરણના ડોઝની કુલ સંખ્યા 1,87,07,08,111 પર પહોંચી ગઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરોના કેસમાં વધારો થતા વધી ચિંતા

ઉલ્લેખનીય છે કે 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો :  દેશમાં ફરી વધવા લાગ્યો કોરોનાનો ડર, કેન્દ્રએ યુપી-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોને લખ્યો પત્ર, વધતા સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી

આ પણ વાંચો : Corona Alert : કોરોનાના વધતા કેસોથી ફરી ચિંતિત છો ? તો આ રીતે રાખો કાળજી

Next Article