દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વધુમાં કહ્યું કે “આજે, ગઈકાલની સરખામણીમાં આનંદ વિહારમાં લગભગ 101 AQI ઘટ્યો છે. ઘણી જગ્યાએ દિલ્હીમાં AQIનું સ્તર 300ની નીચે પહોંચી ગયું છે. જે સવારે 10 વાગ્યા સુધી નોંધાયું હતું. હવાની ગુણવત્તામાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં નિર્માણ કાર્ય ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની કડક દેખરેખ રાખીશું. ધૂળ નિયંત્રણ માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવાનું છે. 585 મોનિટરિંગ ટીમ બનાવવામાં આવી છે, જે સમગ્ર દિલ્હીમાં દેખરેખનું કામ કરશે”
તેમણે જણાવ્યુ કે ”નિયમોનું પાલન ન કરનારને દંડ ફટકારવામાં આવશે, બાદમાં નોટિસ આપવામાં આવશે.” તેમણે કહ્યું કે ”કામદારોને પડી રહેલી મુશ્કેલીઓને કારણે બાંધકામના કામો ખોલવામાં આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓના ઘરેથી કામ 26 નવેમ્બર સુધી ચાલુ રહેશે.”
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે 26 નવેમ્બર સુધી દિલ્હીમાં બિનજરૂરી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. સીએનજી ટ્રકોને પરવાનગી આપવા અંગે વિચારણા ચાલી રહી છે, જેના માટે 24મીએ બેઠક યોજાશે અને બુધવારે વિચારણા કરીને નિર્ણય લેવાશે.
દિલ્હીમાં માત્ર શાળાઓના ઓનલાઈન વર્ગો ચાલુ છે. આ અંગે ગોપાલ રાયે કહ્યું કે શાળા કોલેજ ખુલ્લી રાખવી કે બંધ રાખવી તે અંગે 24 નવેમ્બરે નિર્ણય લેવામાં આવશે. જો સુધારો ચાલુ રહેશે તો ઓફિસ ખોલવા માટે પણ વિચારણા કરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવા માટે દિલ્હીની DTC ક્લસ્ટર બસમાં 17 લોકો ઉભા રહીને મુસાફરી કરી શકે છે. મેટ્રોમાં 30 લોકો એક કોચમાં ઉભા રહીને મુસાફરી કરી શકે છે.
પર્યાવરણ સેવા હેઠળ 1000 CNG બસ ભાડે લેવામાં આવી છે. સામાન્ય લોકો પણ આ બસોમાં ડીટીસીની સુવિધા લઈ શકશે. બસમાં પર્યાવરણ બસ સેવા લખવામાં આવશે. દિલ્હીમાં 31 ટકા પ્રદૂષણ દિલ્હીના સ્ત્રોતોમાંથી થાય છે, જેમાંથી 50 ટકા વાહનોનું પ્રદૂષણ છે. લોકોને વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે “પેટ્રોલ અને ડીઝલ વાહનોને જપ્ત કરવાની ઝુંબેશ ચાલુ રહેશે. પીયુસી સર્ટિફિકેટ ચેક કરવાની કામગીરી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં 4000 લોકોના ચલણ કપાયા છે. દિલ્હીમાં ઈંધણ પર ચાલતા ઉદ્યોગ પર હજુ પણ પ્રતિબંધ છે. દિલ્હીમાં 500 ટેન્કર દ્વારા પાણી છંટકાવનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : Punjab Assembly Election: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે