દિલ્લીમાં ડરાવી રહ્યો છે કોરોના, બે દિવસમાં ઓમિક્રોનના 84 ટકા કેસ

|

Jan 03, 2022 | 3:33 PM

Omicron Cases in Delhi : દિલ્હીમાં ઓમિક્રોન કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે હાલમાં હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

દિલ્લીમાં ડરાવી રહ્યો છે કોરોના, બે દિવસમાં ઓમિક્રોનના 84 ટકા કેસ
Omicron Cases in Delhi (Symbolic image)

Follow us on

રાજધાની દિલ્લીમા (Delhi), ભારતમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોન (Omicron) કેસની ઝડપ ડરાવવા લાગી છે. રાજ્ય સરકારના ડેટા અનુસાર, છેલ્લા બે દિવસમાં નોંધાયેલા કોરોનાના (corona) કેસોમાંથી ઓમિક્રોનના (Omicron variant) કેસ 84 ટકા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને (Health Minister Satyendra Jain) કહ્યું કે આજે પણ લગભગ 4000 કોરોના કેસની અપેક્ષા છે અને પોઝીટીવીટી રેટ 6.5 % થઈ શકે છે.

દિલ્હીમાં આજે 4000 નવા કેસ આવી શકે છે
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે છેલ્લા દિવસોમાં દિલ્હીમાં આવેલા કોરોના કુલ કેસમાં 84 ટકા કેસ ઓમિક્રોનના છે. તેમણે કહ્યું કે આજે દિલ્હીમાં કોરોનાના 4000 થી વધુ કેસ નોંધાઈ શકે છે. રાજ્યમાં સકારાત્મકતા દર વધીને 6.5% થયો છે. દિલ્હીની હોસ્પિટલમાં હાલ 202 દર્દીઓ દાખલ છે. જો કે કેસની સરખામણીએ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.

દિલ્હીમાં સકારાત્મકતા દર 6.5% છે
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે ગઈ કાલ રવિવારે દિલ્હીમાં 3194 પોઝિટિવ કેસ હતા, પોઝિટિવ કેસનો દર 4.59 (corona positivity rate) ટકા હતી અને એક મૃત્યુ થયું હતું. આજે લગભગ 4000 પોઝિટિવ કેસ છે અને પોઝિટીવીટી લગભગ 6.5% થવાની સંભાવના છે. પરંતુ જે પણ કેસ આવી રહ્યા છે તેમાં હોસ્પિટલની ખૂબ જ ઓછી જરૂરિયાત છે. છેલ્લી વખત જ્યારે આટલા લોકો બીમાર હતા, ત્યારે મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગંભીર રીતે બીમાર લોકોની સંખ્યા ઓછી છે
દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. કોરોનાનો 2 વર્ષનો અનુભવ કહે છે કે, માસ્ક લગાવો તો તેનાથી બચી શકો છો. ટૂંક સમયમાં દિલ્હીના લોકો સાથે મળીને કોરોનાના આ નવા સ્વરૂપ ઓમિક્રોનને હરાવી દેશે. અત્યાર સુધી સ્થિતિ ઘણી કાબુમાં છે. કોરોનાના દર્દીઓની સંખ્યા જરૂરથી વધી રહી છે, પરંતુ તેની સરખામણીમાં લોકો ગંભીર રીતે બીમાર નથી થઈ રહ્યા. દવાખાને જવાની જરૂર હોય તેટલી માત્રામાં ગંભીર કેસ નથી.

આ પણ વાંચોઃ

કોરોનાનુ ગ્રહણ : આ રાજ્યમાં શાળાઓને ફરી લાગ્યા તાળા, આ હાઈસ્કૂલે નિયમો નેવે મુકીને શોભાયાત્રા કાઢતા ખળભળાટ

આ પણ વાંચોઃ

એક જ માસ્ક વારંવાર પહેરવાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ, જાણો માસ્કને ક્યારે બદલવુ

 

Next Article