Delhi: કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોનાની (Corona Case) દહેશત જોવા મળી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના (Supreme Court) ચાર ન્યાયાધીશનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશ કોરોના પોઝિટીવ (Corona Postive) હોવાનું જાણવા મળ્ય હતુ. આ સિવાય રજિસ્ટ્રીના લગભગ 150 કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સંસદમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં લગભગ 400 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે કોરોના વાઈરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરીથી સંપૂર્ણ સુનાવણી વર્ચ્યુઅલ મોડ પર કરવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેના તમામ ન્યાયાધીશોને તેમના રહેણાંક કાર્યાલયમાંથી જ કામ કરાવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક પરિપત્ર દ્વારા જણાવ્યુ હતુ કે 10 જાન્યુઆરીથી ફક્ત તાકીદની બાબતો, તાજી બાબતો, જામીનની બાબતો, અટકાયત અને નિયત તારીખના કેસો સૂચિબદ્ધ કરવામાં આવશે.
રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસની દહેશત જોવા મળી રહી છે. સંસદ ભવનમાં કામ કરતા 400થી વધુ સ્ટાફ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરતા કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ (Covid Test) કરવામાં આવ્યો હતો. જેમાં 400થી વધુ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. મળતા અહેવાલ અનુસાર હજુ પણ આ સંખ્યા વધી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ સતત કથળી રહી છે. શનિવારે 20,181 નવા કોરોના કેસ સામે આવ્યા હતા. સાથે જ મોતનો સિલસિલો પણ યથાવત જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં કોરોનાનો ચેપ દર હાલમાં 19.60% પર પહોંચી ગયો છે. ત્યારે હાલ વધતા સંક્રમણને જોતા રાજધાનીમાં કેજરીવાલ સરકારે (Kejriwal Government) કડક પ્રતિબંધો લાગુ કર્યા છે.
આ પણ વાંચો : ફરી એકવાર સેવામાં હાજર : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોરોનાને આપી મ્હાત