
ભારતમાં, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને તેમના પદ પરથી દૂર કરવા સરળ નથી. આ માટે, બંધારણમાં દર્શાવેલ નિયમો અને કાયદાનું પાલન કરવું પડે છે. એક ખાસ પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. એટલે કે, સરળ ભાષામાં કહીએ તો સુપ્રીમ કોર્ટ કે રાજ્ય હાઈકોર્ટના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કરવાની બંધારણીય પ્રક્રિયા છે. નિષ્ણાતો કહે છે કે એકવાર ન્યાયાધીશની નિમણૂક થઈ ગયા પછી, રાષ્ટ્રપતિના આદેશ વિના ન્યાયાધીશોને પદ પરથી દૂર કરી શકાતા નથી, જેના માટે સંસદની સંમતિ જરૂરી છે. આજકાલ, અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ અંગે ઘણી ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચાલો સમજીએ કે મહાભિયોગ માટેની પ્રક્રિયા શું હોય છે.. શું હોય છે મહાભિયોગની સમગ્ર પ્રક્રિયાના સ્ટેપ્સ? કોઈ કેસમાં જો જજો પર કોઈ આરોપો લાગ્યા હોય તો તેમને હટાવવા માટે સૌથી પહેલા સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવે છે. આ માટે લોકસભામાંથી ઓછામાં ઓછા 100 સાંસદો અને રાજ્યસભામાંથી 50 સાંસદોની સહી જરૂરી હોય છે. સાંસદો સંસદમાં લેખિતમાં નોટિસ આપે છે આ સાંસદો લેખિતમાં નોટિસ...