Weather Update: આગામી બે દિવસમાં દિલ્હી સહિત આ રાજ્યોમાં પડશે ભારે ઠંડી, તેલંગાણા-આંધ્રપ્રદેશમાં વીજળી પડવાની શક્યતા

|

Jan 16, 2022 | 5:28 PM

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે કહ્યું છે કે આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં તીવ્ર ઠંડી પડશે.

Weather Update: આગામી બે દિવસમાં દિલ્હી સહિત આ રાજ્યોમાં પડશે ભારે ઠંડી, તેલંગાણા-આંધ્રપ્રદેશમાં વીજળી પડવાની શક્યતા
Cold Wave - Symbolic Image

Follow us on

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે કહ્યું છે કે આગામી બે દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં તીવ્ર ઠંડી પડશે. IMD (India Meteorological Department)ના નિવેદન અનુસાર, આગામી 24 કલાક દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ રાત્રે અને સવારના સમયે ખૂબ ગાઢ ધુમ્મસ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 18 જાન્યુઆરીથી પશ્ચિમી વિક્ષેપ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગના નિવેદન અનુસાર, આગામી 2 દિવસ દરમિયાન રાજસ્થાન અને પૂર્વ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે અને 16-17 જાન્યુઆરીએ જમ્મુ અને હિમાચલ પ્રદેશના અલગ-અલગ ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે.

આ સાથે જ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં પણ આગામી બે દિવસ દરમિયાન આ જ સ્થિતિ રહેવાની શક્યતા છે. IMD એ કહ્યું કે આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ સ્થળોએ ખૂબ જ ઠંડા મોજાની સ્થિતિ સંભવિત છે અને આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ આ સમાન સ્થિતિ રહેવાની છે.

આ રાજ્યોમાં વીજળી પડવાની શક્યતા

IMD એ 16 જાન્યુઆરીએ તેલંગાણા અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં વીજળી પડવાની સંભાવના સાથે અલગ-અલગ વાવાઝોડાની પણ આગાહી કરી છે, જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને આંધ્રપ્રદેશમાં 19 અને 20 જાન્યુઆરીએ વીજળી પડવાની સંભાવના છે. ત્રિપુરામાં મધ્યમ વરસાદની શક્યતા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દિલ્હીમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે

જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઠંડીનો માહોલ યથાવત છે. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડા દિવસની આગાહી કરી છે. આગામી સપ્તાહે મહત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 7 થી 9 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 19 જાન્યુઆરીએ રાજધાનીમાં વરસાદની સંભાવના છે.

જો ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે દિવસ દરમિયાન પણ ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 4.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. જો કે, આગામી 24 કલાકમાં રાજ્યમાં તાપમાનનો પારો વધતાં ઠંડીમાં ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

આ પણ વાંચો : Punjab Assembly Election: CM ચન્નીએ લોકોને આપી ભેટ, પંજાબમાં વીજળી 3 રૂપિયા સસ્તી થઈ

આ પણ વાંચો : Uttarakhand Election 2022: સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે

Next Article