
શિયાળાની ઋતુ હજુ પુરી નથી થઈ ત્યાં ઉનાળાની ચિંતા સતાવી રહી છે. દેશના 7 રાજ્યો પંજાબ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને ઝારખંડમાં મહત્તમ તાપમાન અત્યારથી જ એ સ્તરે પહોંચી ગયું છે, જે માર્ચના મધ્યમાં નોંધાયું હતું. આ સાત રાજ્યોમાં સામાન્યથી ઉપરનું મહત્તમ તાપમાન નોંધાયું હોવાથી આ વર્ષે ભારે ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: પહેલીવાર દેશી ગાયનું થયું જીનોમ સિક્વન્સિંગ, જાણો વિશ્વની સૌથી નાની જાતિની ગાયનું નામ અને વિશેષતા
હવામાન વિભાગના આંકડાઓ પર નજર કરીએ તો માર્ચ મહિનો પણ સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે અને ભારતના મોટાભાગના વિસ્તારોમાં લોકોને આકરી ગરમીથી પરેશાન થવું પડશે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ આટલા ઊંચા તાપમાનનો અર્થ એ છે કે સાત રાજ્યોએ છેલ્લા અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત માર્ચના મધ્યમાં મહત્તમ તાપમાનનો અનુભવ કર્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ પહેલાથી જ જણાવ્યું હતું કે ઓરિસ્સા અને હિમાચલ પ્રદેશમાં સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું તે 1981-2010 દરમિયાન 18 માર્ચે રહેતુ હતુ. આ જ પેટર્ન ગુજરાત અને રાજસ્થાનમાં 17 માર્ચે, છત્તીસગઢમાં 15 માર્ચે, પંજાબમાં 12 માર્ચે અને ઝારખંડમાં 14 માર્ચે જોવા મળી હતી.
જ્યારે અન્ય 10 રાજ્યો ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં છેલ્લા અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ વધુ તાપમાન અને વધુમાં વધુ બે અઠવાડિયા આગળ (ફેબ્રુઆરીનો અંત) સ્તર પર હતુ.
જો આપણે IMDના આંકડાઓ પર તાર્કિક રીતે નજર કરીએ તો તે સ્પષ્ટ છે કે ફેબ્રુઆરીમાં જ માર્ચ જેટલી ગરમી પડી રહી છે, તેથી તે સ્પષ્ટ છે કે માર્ચ મહિનો સામાન્ય કરતાં વધુ ગરમ હોઈ શકે છે. 1951થી, 39 વર્ષમાં ફેબ્રુઆરી મહિનો સામાન્ય કરતાં વધુ ગરમ રહ્યો છે અને આમાંથી 27 વર્ષોમાં, માર્ચ અત્યંત ગરમ રહ્યો છે. જો કે, આ બે મહિનામાં તાપમાનના વિચલનો વચ્ચે કોઈ મજબૂત સંબંધ નથી. વાસ્તવમાં, ત્રણ સૌથી ગરમ ફેબ્રુઆરી મહિના (2006, 1960 અને 1967) બાદ માર્ચ સામાન્ય કરતાં વધુ ઠંડો હતો.
આ વર્ષે ઉનાળાની શરૂઆતનું એક મોટું કારણ આ વર્ષે શિયાળામાં વરસાદનો અભાવ છે. 16 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલી IMDની આગાહી મુજબ, આગામી બે અઠવાડિયામાં પણ દેશના મોટાભાગના ભાગોમાં આ ગરમીથી રાહત મળવાની અપેક્ષા નથી. જો આ વલણો નહીં બદલાય તો આ વર્ષના રવિ પાક, ખાસ કરીને ઘઉં પર નોંધપાત્ર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ઉનાળાની શરૂઆત ઘઉંના પાક માટે પણ નુકસાનકારક સાબિત થશે, કારણ કે પંજાબ પણ આ દિવસોમાં મહત્તમ તાપમાન ધરાવતા રાજ્યોમાંનું એક છે.