દિવ્યાંગો માટે IIT મદ્રાસ ટીમની અનોખી પહેલ, સ્વદેશી મોટર વ્હીલ ચેર તૈયાર કરીને આપી દિવ્યાંગોને અનોખી ભેટ

|

Sep 14, 2021 | 3:59 PM

એક રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 3 લાખ વ્હીલચેર (Wheel Chair) વેચાય છે. જેમાંથી 2.5 લાખ જેટલી વ્હીલચેર આયાત કરવામાં આવે છે. આ પૈકી 95 ટકા વ્હીલચેર સમાન કદની હોવાથી દરેક માટે આરામદાયક રહેતી નથી.

દિવ્યાંગો માટે IIT મદ્રાસ ટીમની અનોખી પહેલ, સ્વદેશી મોટર વ્હીલ ચેર તૈયાર કરીને આપી દિવ્યાંગોને અનોખી ભેટ
standing wheelchair for handicapped

Follow us on

Standup Wheel Chair: સામાન્ય રીતે દિવ્યાંગોને નાના-મોટા તમામ કામો માટે બીજા પર આધાર રાખવો પડતો હોય છે,ઉપરાંત આયાત કરવામાં આવતી મોટાભાગની વ્હીલ ચેર આરામદાયક ન હોવાથી દિવ્યાંગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે,ત્યારે IIT મદ્રાસમાંથી પાસઆઉટ થયેલા સ્વસ્તિક સૌરવ દાસ અને તેમના પ્રોફેસર સુજાતા શ્રીનિવાસની ટીમે (Professor Sujata Srinivasa’s team) એક અનોખી પહેલ કરી છે. આ લોકો તેમના નવા સ્ટાર્ટઅપ ‘નિયોમોશન’ હેઠળ વ્યક્તિગત વ્હીલચેર બનાવીને 150થી વધુ દિવ્યાંગોને આ ભેટ આપી છે.

આ ઇલેક્ટ્રિક વ્હીલચેર ભારતની પ્રથમ સ્વદેશી મોટર વ્હીલચેર

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ ઇલેક્ટ્રિક વ્હીલચેર ભારતની પ્રથમ સ્વદેશી મોટર વ્હીલચેર છે. તે કોઈપણ પ્રકારના રસ્તા પર ચલાવી શકાય છે.તેની ઝડપ 25 કિમી પ્રતિ કલાક હશે. અત્યાર સુધીમાં દેશભરમાં 600 થી વધુ લોકોને વ્હીલચેર વેચવામાં આવી છે. ઉપરાંત150 જેટલા જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર ભેટ તરીકે પણ આપી છે.

દિવ્યાંગોને આ વ્હીલ ચેરથી જરૂરથી ફાયદો થશે

IIT મદ્રાસમાંથી પાસ આઉટ થયેલા ઓડિશાના સ્વસ્તિક સૌરવ દાસે (Saurav Das)જણાવ્યુ હતુ કે, આઇઆઇટીમાં (IIT Madras) સંશોધન ડિઝાઇન અને દિવ્યાંગ કેન્દ્રમાં તેમના પ્રોફેસર હેઠળ રિચર્સ કરવાની તક મળી હતી. વધુમાં જણાવ્યુ હતુ કે,આ વ્હીલ ચેર ખુબ જ આરામદાયક હોવાથી દિવ્યાંગોનો આ વ્હીલ ચેરથી(Wheel Chair)  જરૂરથી ફાયદો થશે.

જુઓ વીડિયો

આ વ્હીલચેર એક જ ચાર્જ પર 25 કિમી સુધી ચાલી શકે છે

નિયોમોશન હેઠળ હાલમાં બે પ્રકારના પર્સનલાઇઝ્ડ વ્હીલચેર (Personalised Wheel chair) છે. એક Neofly અને બીજું Neobolt. આરોગ્ય અને જીવનશૈલી અનુસાર નિયોફ્લાય પ્રકારની વ્હીલચેરમાં ફેરફાર કરી શકાય છે. જ્યારે વ્હીલચેરમાં નિયોબોલ્ટ સાથે અલગ મોટર લગાવવામાં આવી છે. તેની મદદથી તેને સ્કૂટરમાં (Scooter) બદલી શકાય છે. મોટરવાળી વ્હીલચેર એક જ ચાર્જ પર 25 કિમી સુધી ચાલી શકે છે. એટલું જ નહીં, તેમાં બ્રેક, હોર્ન, લાઇટ અને મિરર જેવા સેફ્ટી ફીચર્સ (Safety Features) પણ મળે છે. પ્રોફેસરની દિવ્યાંગો માટેની આ પહેલને લોકો આવકારી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : જંગલમાં રીંછે દેખાડી કમાલની ફૂટબોલ સ્કિલ ! વિડીયો જોઈને તમે પણ કહેશો ” યે તો ખેલાડી હૈ”

આ પણ વાંચો:  નાળિયેરના પાંદડામાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ ! બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

Next Article