“જો હું મુખ્યમંત્રી બનીશ…” થલાપતિ વિજયે રાજકારણમાં પ્રવેશતા પહેલા આપેલુ વચન પુરુ કર્યુ

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર Thalapathy Vijayએ હવે રાજકારણમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. તેમની રાજકીય પાર્ટી Tamilaga Vettri Kazhagam (ટીવીકે)એ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને હવે રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારીમાં છે. આ પરિણામો 4 મેના રોજ જાહેર થયા હતા, જેના પછી વિજયના રાજકીય કારકિર્દીનો નવો અધ્યાય શરૂ થયો છે.

જો હું મુખ્યમંત્રી બનીશ... થલાપતિ વિજયે રાજકારણમાં પ્રવેશતા પહેલા આપેલુ વચન પુરુ કર્યુ
| Edited By: | Updated on: May 05, 2026 | 9:43 AM

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર Thalapathy Vijayએ હવે રાજકારણમાં ઐતિહાસિક સફળતા મેળવી છે. તેમની રાજકીય પાર્ટી Tamilaga Vettri Kazhagam (ટીવીકે)એ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને હવે રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારીમાં છે. આ પરિણામો 4 મેના રોજ જાહેર થયા હતા, જેના પછી વિજયના રાજકીય કારકિર્દીનો નવો અધ્યાય શરૂ થયો છે.

2024માં પોતોની પાર્ટીની સ્થાપના કરી હતી

વર્ષ 2024માં વિજયે પોતાની પાર્ટી ટીવીકેની સ્થાપના કરી હતી અને ખૂબ જ ઓછા સમયમાં જ લોકપ્રિયતા મેળવી લીધી હતી. ફિલ્મ જગતની જેમ જ તેમણે બોક્સ ઓફિસ પર અનેક સફળતાઓ મેળવી હતી, તેમ રાજકારણમાં પણ તેમની એન્ટ્રી ધમાકેદાર સાબિત થઈ છે. લગભગ 33 વર્ષ સુધી ફિલ્મોમાં કામ કરનાર વિજયે અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ હવે તેમણે અભિનયને અલવિદા કહી દીધો છે.

પોતાની ફિલ્મ સરકારના ઓડિયો લોન્ચ સમયે વચન આપ્યુ હતુ

ખાસ વાત એ છે કે વિજયે આ નિર્ણય કોઈ અચાનક લીધો નથી. વર્ષ 2018માં તેમની ફિલ્મ Sarkarના ઓડિયો લોન્ચ દરમિયાન તેમણે જાહેરમાં એક વચન આપ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે જો તેઓ ક્યારેય વાસ્તવિક જીવનમાં મુખ્યમંત્રી બનશે, તો તેઓ અભિનય છોડશે. આજે, તેઓએ તે વચનને સાચું સાબિત કર્યું છે.

વિજયે અભિનય કારકિર્દીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી

તાજેતરમાં યોજાયેલા “જન નાયકન” ઇવેન્ટમાં વિજયે સત્તાવાર રીતે તેમની અભિનય કારકિર્દીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમની છેલ્લી ફિલ્મ Jana Nayagan માનવામાં આવે છે, જે હજુ સુધી રિલીઝ થવાની બાકી છે. અહેવાલો મુજબ, આ ફિલ્મને સેન્સર સંબંધિત કારણોસર વિલંબ થયો છે અને શક્યતા છે કે તે નજીકના સમયમાં રિલીઝ થશે.

હવે વિજય સંપૂર્ણપણે રાજકારણમાં સક્રિય રહેશે અને રાજ્યના વિકાસ માટે કામ કરશે. તેમના પ્રશંસકો માટે આ એક મોટો બદલાવ છે, પરંતુ રાજકીય ક્ષેત્રમાં તેમની આ સફળતા દર્શાવે છે કે તેઓ લોકો વચ્ચે કેટલા લોકપ્રિય છે.

આ પણ વાંચો- બંગાળમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે કોણ બનશે મુખ્યમંત્રી? સુવેન્દુ અધિકારી સહિત આ 5 નામ રેસમાં

Follow Us