KYCના નામ પર ફોન કે SMS આવે તો થઇ જાવ સાવધાન, એક ભૂલથી થઇ શકે છે મુશ્કેલી

આ સમયે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી ગયા છે. જેના કારણે સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. આ સમયે લોકોને KYC (Know Your Customer) ને લઈને ઘણા મેસેજ અને કોલ આવી રહ્યા છે.

KYCના નામ પર ફોન કે SMS આવે તો થઇ જાવ સાવધાન, એક ભૂલથી થઇ શકે છે મુશ્કેલી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 13, 2021 | 9:48 AM

દેશભરમાં હાલ કોરોનાકાળમાં ફરી એકવાર સાઇબર ક્રાઇમ કરનારા ઠગ લોકો એક્ટિવ થઇ ગયા છે. આ સમયે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transaction) વધી ગયા છે. જેના કારણે સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. આ સમયે લોકોને KYC (Know Your Customer) ને લઈને ઘણા મેસેજ અને કોલ આવી રહ્યા છે. જેના દ્વારા ગ્રાહકની જાણકારી ચોરી કરી લે છે.

ઠગ લોકો KYC (Know Your Customer) ના નામે લોકોને છેતરી રહ્યા છે. KYC ને અપડેટ કરવા માટે લોકોને કોલ, એસએમએસ અને ઇમેઇલ્સ મળી રહ્યાં છે. કોલ, એસએમએસ અને ઇમેઇલ્સ દ્વારા લોકોને સાયબર ઠગ દ્વારા કેવાયસી કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે, KYC કરવામાં નહીં આવે તો બેંક ખાતું બંધ થઈ જશે.

છેલ્લા થોડા સમયથી આ પ્રકારના મામલા સામે આવી રહ્યા છે. જેનાથી ગ્રાહકોને ઘરે બેસીને KYC ની સુવિધાના નામે છેતરી જાય છે. છેતરપિંડી કરતા લોકો બેન્ક ખાતું બંધ થવાનો ડર દેખાડીને તેની પર્સનલ જાણકારી મેળવી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બેંક ખાતા ધારકોને લાગે છે કે બેંક તરફથી કોઈ કોલ, એસએમએસ અથવા ઇમેઇલ આવ્યો છે. તે આ ઠગ પર વિશ્વાસ કરે છે. ગ્રાહકો સાયબર ફ્રોડર્સ દ્વારા મોકલેલા એસએમએસ અથવા ઇમેઇલ સાથે જોડાયેલ લિંક પર ક્લિક કરે છે. લિંક પર ક્લિક કરતા જ સાયબર ઠગ ગ્રાહકની બધી માહિતી ચોરી લે છે.

સાયબર ઠગ ગ્રાહકોને ક્વિક સપોર્ટ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અથવા એનીડેસ્ક અથવા Team Viewer ડાઉનલોડ કરવાનું પણ કહે છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમારા લેપટોપ, મોબાઇલ અથવા ટેબ્લેટનું ઍક્સેસ સાયબર ઠગ લઇ જાય છે. એટલે કે, કોઈ અજાણ્યા વ્યક્તિના કહેવાથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં.

તે આના દ્વારા તમારા ઓટીપી એસએમએસ વાંચી શકે છે. જો કોઈ પેટીએમ કેવાયસી ચકાસણીના નામ પર કોલ કરે છે અથવા એસએમએસ કરે છે, તો તેમના પર વિશ્વાસ ન કરો.

ગૃહ મંત્રાલયની સોશિયલ સાયબર વિંગ એ ટ્વિટ કરીને ચેતવણી આપી છે. ઠગ એસએમએસ અથવા કેવાયસી કોલ્સથી સાવધ રહો. એસએમએસ અથવા કોલ્સ પર વિગતો શેર કરશો નહીં. જો તમને કેવાયસી પૂર્ણ ન થવાને કારણે તમારું બેંક ખાતું બંધ થઈ જાય તેવા એસએમએસ મળે છે, તો સૌ પ્રથમ બેંકને જાણ કરો. ફોન પર કોઈ પણ પ્રકારની માહિતી આપશો નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">