વારંવાર ભારતીયો સાથે સખ્તાઈ ટ્રમ્પને ભારે પડશે, જો તમામ ભારતીયો અમેરિકા છોડી દે તો યુગાન્ડા જેવી હાલત થશે-વાંચો

યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીનને વિશ્વનો સૌથી રહસ્યમય અને ક્રૂર સરમુખત્યારોમાંના એક માનવામાં આવે છે. એશિયાઈ વસ્તી તેમા ખાસ કરીને ભારતીયોને આ સરમુખત્યાર ભારે નફરતની નજરથી જોતો હતો. તેને એવુ લાગતુ હતુ કે તેના કારણે તેના દેશની અસલી આબાદી પાછળ ધકેલાઈ રહી છે. શાસક બનતાની સાથે જ ઈદી અમીને તેના એક સપનાનો હવાલો દેતા એશિયાઈ લોકોને દેશ છોડવાનો આદેશ આપ્યો. ઈદી અમીને 90 દિવસની અંદર તમામ ગુજરાતીઓને દેશ છોડવાનો આદેશ અને તેના થોડા જ વર્ષોમાં યુગાન્ડાનું અર્થંતંત્ર ભાંગી પડ્યુ અને દેશ 200 ટકાના સ્તરે મંદીમાં પહોંચી ગયો. આજકાલ આ જ રસ્તે ટ્રમ્પ ચાલી રહ્યા છે. ત્યારે અમેરિકામાં ભારતીયો સાથેની કડકાઈનો જવાબ આપતા જો તમામ ભારતીયો ત્યાંથી પલાયન કરી જશે તો શું અમેરિકા નબળુ પડી જશે? આવો જાણીએ.

વારંવાર ભારતીયો સાથે સખ્તાઈ ટ્રમ્પને ભારે પડશે, જો તમામ ભારતીયો અમેરિકા છોડી દે તો યુગાન્ડા જેવી હાલત થશે-વાંચો
| Updated on: Oct 05, 2025 | 4:25 PM

ડોનાલ્ડ ટ્રમ્પ માસ ડિપોર્ટેશન તો કરાવી રહ્યા છે. સાથે જ એ પણ કન્ફર્મ કરી રહ્યા છે કે અન્ય દેશોમાંથી ઓછામાં ઓછા લોકો અમેરિકામાં આવે. ભારતીયોને લઈને તેઓ કંઈક વધુ જ કડકાઈ વર્તી રહ્યા છે. ક્યારેક તેઓ વર્ક વિઝા પર મસમોટી ફી વસુલી રહ્યા છે તો ક્યારેક યુનિવર્સિટીમાં એવા નિયમ બનાવી રહ્યા છે કે અભ્યાસ પછી પણ વિદ્યાર્થી લાંબુ ટકી ન શકે. આ તમામ વચ્ચે એક તબક્કો એવો છે જે અમેરિકાની આ સખ્તાઈપૂર્ણ નીતિની તુલના આફ્રિકી દેશ યુગાન્ડા સાથે કરી રહ્યા છે. કહેવાય રહ્યુ છે કે જો આ જ પ્રકારે સ્કિલ્ડ ભારતીયોને હેરાન કરાતા રહેશે તો બહુ જલદી અમેરિકાના હાલ પણ યુગાન્ડા જેવા થશે. પરંતુ યુગાન્ડામાં એવુ શું થયુ હતુ. ચાલો જાણીએ? શું છે યુગાન્ડાના ખલનાયક ઈદી અમીનની કહાની વર્ષ 1946માં ઈદી ઈમીને રસોયા તરીકે કિંગ્સ આફ્રિકન રાઈફલ્સમાં કામ શરૂ કર્યુ. 6 ફુટથી પણ ઉંચા અને અત્યંત કદાવર શરીર ધરાવતા આ શખ્સને તેના શરીર સૌષ્ઠવ અને તેના રહેલી બર્બરતાને કારણે બહુ જલદી પ્રમોશન...

Published On - 7:36 pm, Mon, 22 September 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો