Assam: CM સરમાએ અધિકારીઓને આપી ચેતવણી, કહ્યું ‘ભ્રષ્ટાચાર કરતા પકડાશો તો વાઘની જેમ કરીશ હુમલો’

મુખ્યપ્રધાન સરમાએ ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર સહન નહીં કરે. જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતા પકડાશે તો હું તેના પર વાઘની જેમ હુમલો કરીશ.

Assam: CM સરમાએ અધિકારીઓને આપી ચેતવણી, કહ્યું ભ્રષ્ટાચાર કરતા પકડાશો તો વાઘની જેમ કરીશ હુમલો
CM Himanta Biswa Sarma (File Photo)
| Edited By: | Updated on: Feb 14, 2022 | 4:47 PM

Assam:  આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (CM Himanta Biswa Sarma) આજકાલ પોતાના વિવાદિત નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં છે. આ દરમિયાન તેમણે વધુ એક એવું નિવેદન આપ્યું છે, જેને સાંભળીને અધિકારીઓના હોશ ઉડી ગયા છે. CM સરમાએ ગુવાહાટીમાં (Guwahati) એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર સહન નહીં કરે. જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતા પકડાશે તો હું તેના પર વાઘની જેમ હુમલો કરીશ.

CM સરમાનું ચોંકાવનારૂ નિવેદન

તમને જણાવી દઈએ કે સરમા રવિવારે 15મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ ગુવાહાટીના શ્રીમંત શંકરદેવ કાલકાક્ષેત્ર ખાતે “Utilization of Tied Fund”ની એક કોન્ફરન્સમાં પીઆરઆઈ સભ્યો, પંચાયત અધિકારીઓ અને ગ્રામીણ વિકાસ અને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ વિભાગ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે આ નિવેદન આપ્યુ હતુ.

આસામને બદલવું પડશે

વધુમાં મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે ‘આસામને બદલવું પડશે. જો કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી જન આવાસ યોજના હેઠળ 2,000 રૂપિયા લે છે અને મને તેની જાણ થાય છે તો હું તે વ્યક્તિ પર વાઘની જેમ હુમલો કરીશ. હું એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી રહ્યો છું અને લોકોને કહીશ કે જો કોઈ પૈસા માંગે તો રાજ્યના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને તેમની ફરિયાદ આપો અને મને પણ જણાવો.

2024 સુધીમાં તમામ ગ્રામીણ ઘરોમાં સુરક્ષિત નળનું પાણી પહોંચશે

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની સરકાર જલ જીવન મિશન (JJM) હેઠળ 2024 સુધીમાં આસામના તમામ ગ્રામીણ પરિવારોને સુરક્ષિત નળનું પાણી પૂરું પાડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિઝનને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે. સરમાએ એમ પણ કહ્યું કે ‘PM મોદીએ JJM હેઠળ ‘હર ઘર નલ જલ’ પ્રદાન કરીને ગ્રામીણ ભારતમાં મોટું પરિવર્તન લાવ્યું છે.

આ સાથે જ તેણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યોજનાના સંચાલન માટે તમામ 24 હજાર પાણી પુરવઠા યોજનાઓમાં તકનીકી રીતે સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે, જે દરેક ગ્રામીણ પરિવારને પીવાના પાણીનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બનશે.

આ પણ વાંચો : દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામબીર શૌકીનને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈન્કાર