“હું સાવરકર નથી, ગાંધી છું, અને ગાંધી કોઈ દિવસ માફી નથી માંગતા”, TV9 ભારતવર્ષના સવાલ પર રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

|

Mar 25, 2023 | 2:12 PM

રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર પ્રશ્નો પૂછ્યા. તેમણે કહ્યું કે દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે.

હું સાવરકર નથી, ગાંધી છું, અને ગાંધી કોઈ દિવસ માફી નથી માંગતા,  TV9 ભારતવર્ષના સવાલ પર રાહુલ ગાંધીએ આપ્યો જવાબ

Follow us on

સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર પ્રશ્નો પૂછ્યા. તેમણે કહ્યું કે દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. તેમને સુરત સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે.

“હું સાવરકર નથી, ગાંધી છું, અને ગાંધી કોઈ દિવસ માફી નથી માંગતા” : રાહુલ ગાંધી

રાહુલે કહ્યું કે હું ડરતો નથી. હું તેમને પ્રશ્નો પૂછતો રહીશ. હું અદાણી અને 20 હજાર કરોડ પર પ્રશ્નો પૂછતો રહીશ. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ કરવામાં આવી કારણ કે આ લોકો મારા ભાષણથી ડરી ગયા હતા જે હું આપવાનો હતો. હું અદાણી પર બોલવા માંગતો હતો. TV9 ભારતવર્ષના માફી માંગવાના સવાલ પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે, “ગાંધી કોઈની માફી માંગતા નથી. મારું નામ ગાંધી છે સાવરકર નહીં.”

હું મારી તપસ્યા કરતો રહીશ. મને તેનાથી કોઈ રોકી શકશે નહીં: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે મારી સદસ્યતા રદ્દ કરીને વિપક્ષને મોટું હથિયાર આપવામાં આવ્યું છે. મારી સદસ્યતા અકબંધ રહે કે ન રહે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું જાહેરમાં જઈશ. હું મારી તપસ્યા કરતો રહીશ. મને તેનાથી કોઈ રોકી શકશે નહીં. સામાજિક કાર્યકર આભા મુરલીધરને પણ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. તેમણે માગ કરી છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(3)ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે.

આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ
સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ

સવાલ એ છે કે આ 20 હજાર કરોડ રૂપિયા કોના છે?

રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં ઘણી વખત કહ્યું છે કે, ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આપણને રોજ નવા દાખલા મળે છે. મેં એક જ પ્રશ્ન પૂછ્યો હતો કે, અદાણીજી પાસે શેલ કંપનીઓ છે, તેમાં કોઈએ 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અદાણીજી પાસે પૈસા નથી. તે તેમનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ છે, પૈસા બીજા કોઈના છે. સવાલ એ છે કે આ 20 હજાર કરોડ રૂપિયા કોના છે?

Next Article