જમ્મુ અને કાશ્મીર ( Jammu and Kashmir) વહીવટીતંત્રે સુરક્ષા દળો સાથે સોમવારે શ્રીનગરમાં ( Srinagar) એન્કાઉન્ટરમાં (encounter) માર્યા ગયેલા બે નાગરિકોના મૃતદેહોને કબરમાંથી બહાર કાઢ્યા હતા. વહીવટીતંત્ર આ મૃતદેહો પીડિત પરિવારોને સોંપશે. શ્રીનગરના મેયરે ગુરુવારે માહિતી આપતા કહ્યુ હતુ કે મૃતદેહોને સોંપવા સામે પરિવારજનો વિરોધ કરી રહ્યા છે. શ્રીનગરના હૈદરપોરા ( Hyderpora ) વિસ્તારમાં થયેલી અથડામણમાં બે નાગરિકો સાથે બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. નાગરિકોની ઓળખ કરમ અલ્તાફ અહેમદ અને મુદસ્સીર ગુલ તરીકે થઈ છે.
પોલીસનો દાવો – બંને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હતા
કાશ્મીર (Jammu and Kashmir Police) પોલીસનું કહેવું છે કે અથડામણમાં માર્યા ગયેલા બંને નાગરિકો આતંકવાદી સંગઠનોના ‘ઓવરગ્રાઉન્ડ વર્કર્સ’ હતા જેઓ ક્રોસ ફાયરમાં માર્યા ગયા હતા. જ્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા બંનેનો ઉપયોગ ‘માનવ બખ્તર’ તરીકે કરવામાં આવ્યો હતો. પીડિતના પરિવારજનોએ તેને ‘હત્યા’ ગણાવી છે. જ્યારે મૃતકના સંબંધીઓ દાવો કરે છે કે તેમને આતંકવાદ સાથે કોઈ લેવાદેવા નથી. પોલીસે પરિવારના સભ્યોની ગેરહાજરીમાં, હૈદરપોરાથી લગભગ 70 કિમી દૂર હંદવાડામાં ભટ્ટ અને ગુલ બંનેના મૃતદેહોને દફનાવ્યા હતા. પોલીસે આવું કરવા પાછળનું કારણ ‘કાયદો અને વ્યવસ્થા’ ગણાવ્યું હતું. આ પહેલા જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ (Lieutenant Governor Manoj Sinha) એન્કાઉન્ટરની ન્યાયિક તપાસનો (Judicial inquiry) આદેશ આપ્યો હતો.
એલજી સિંહાએ ન્યાયિક તપાસનો આદેશ આપ્યો
ગુરુવારે એક ટ્વિટમાં એલજી સિંહાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસન એ સુનિશ્ચિત કરશે કે આ મામલે કોઈની સાથે અન્યાય ન થાય. તેમણે કહ્યું, ‘હૈદરપુરા એન્કાઉન્ટરની ન્યાયિક તપાસ થશે અને તેની તપાસ ADM રેન્કના અધિકારી કરશે. આ તપાસ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરશે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન નિર્દોષ નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે સુનિશ્ચિત કરીશું કે કોઈની સાથે અન્યાય ન થાય.
ઓમર અબ્દુલ્લા ધરણા પર બેઠા
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ પીડિતોના પરિવારજનોને મૃતદેહો ન સોંપવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ગુરુવારે તેઓ ધરણા પર બેઠા હતા. અબ્દુલ્લાએ મ્યુનિસિપલ પાર્કમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે સરકાર વિરુદ્ધ બોલી રહ્યા નથી, અમે માત્ર મૃતદેહો પરત કરવાની માંગ કરી રહ્યા છીએ.” તેણે કહ્યું, ‘અમે અહીં શાંતિથી બેઠા છીએ. જો અમે ઇચ્છતા તો અમે રસ્તાઓ, પુલ વગેરે બંધ કરી શક્યા હોત પરંતુ તેમ ન કર્યું. અમે કોઈ સૂત્રોચ્ચાર કર્યા નથી, કાયદો અને વ્યવસ્થા માટે કોઈ ખતરો નથી અને કોઈ રસ્તા રોકાયા નથી.
આ પણ વાંચોઃ SBI એ તેના કરોડો ગ્રાહકો અંગે જરૂરી સૂચના જારી કરી, સેવિંગ ખાતાના KYC ને લઈ શું કહ્યું બેંકે? જાણો વિગતવાર