ઘર બદલ્યા પછી પાસપોર્ટ પર સરનામું કેવી રીતે બદલવું ? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

તમે ઘર કે શહેર બદલો છો ત્યારે તમારા પાસપોર્ટમાં નવું સરનામું અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તે તમારી ઓળખ અને સરનામાના પ્રાથમિક પુરાવા તરીકે કામ કરે છે. ખોટું એડ્રેસ ઘણા કામોમાં સમસ્યા ઊભી કરી શકે છે.

ઘર બદલ્યા પછી પાસપોર્ટ પર સરનામું કેવી રીતે બદલવું ? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
| Updated on: Oct 14, 2025 | 6:51 PM

જો તમે તાજેતરમાં ઘર બદલ્યું છે, તો સત્તાવાર દસ્તાવેજોમાં તમારું સરનામું અપડેટ કરવું આવશ્યક બને છે. એવામાં તમે ‘Re-Issue Process’ દ્વારા પાસપોર્ટ પર એડ્રેસ બદલી શકો છો. તમે શહેર બદલ્યું હોય કે ફક્ત તે જ વિસ્તારમાં ઘર બદલ્યું હોય, આ પ્રક્રિયાથી તમે સરળતાથી એડ્રેસ બદલી શકો છો.

તમારે પાસપોર્ટમાં સરનામું કેમ બદલવું જોઈએ?

તમારો પાસપોર્ટ ભારત અને વિદેશ બંનેમાં ઓળખ તેમજ એડ્રેસના પ્રાથમિક પુરાવા તરીકે કામ કરે છે. ઘર બદલતી વખતે તમારું સરનામું અપડેટ ન કરવાથી નીચેની પરિસ્થિતિઓમાં સમસ્યાઓ થઈ શકે છે.

  • પાસપોર્ટ ‘રી-ઇસ્યુ’ કરતી વખતે પોલીસ વેરિફિકેશન અથવા વિઝા અરજી માટે
  • આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં વેરિફિકેશન માટે
  • બેંક KYC અથવા રોજગાર જેવી સત્તાવાર પ્રક્રિયાઓ દરમિયાન દસ્તાવેજ ચકાસણી માટે

પાસપોર્ટમાં એડ્રેસ કેવી રીતે બદલવું? (ઓનલાઇન પ્રોસેસ)

  1. સ્ટેપ 1 – www.passportindia.gov.in ની મુલાકાત લો.
  2. સ્ટેપ 2 – ‘New User Registration’ પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવો અને લોગિન કરો.
  3. સ્ટેપ 3 – ‘Apply for Fresh Passport / Reissue of Passport’ પસંદ કરો અને ‘Reissue’ ઓપ્શન પર ક્લિક કરો. આગળ કારણમાં ‘Change in Existing Personal Particulars’ પસંદ કરો.
  4. સ્ટેપ 4 – હવે તમારા સરનામાના પુરાવા મુજબ ‘નવું એડ્રેસ’ દાખલ કરો.
  5. સ્ટેપ 5 – નવા સરનામાના પુરાવા (આધાર કાર્ડ, વીજળી બિલ) વગેરે અપલોડ કરો.
  6. સ્ટેપ 6 – હવે ફી ચૂકવો. (36-પાનાના પાસપોર્ટ માટે ₹1,500 અને 60-પાનાના પાસપોર્ટ માટે ₹2,000.) આ પછી પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ બુક કરો.
  7. સ્ટેપ 7 – તમારી એપોઇન્ટમેન્ટના દિવસે ‘એપોઇન્ટમેન્ટ રસીદ, ઓરિજનલ પાસપોર્ટ, તમારા નવા સરનામાના પુરાવાની Self-Attested Copy, બે ફોટોગ્રાફ્સ’ સાથે રાખો.
  8. સ્ટેપ 8 – જો તમે નવા શહેરમાં ગયા છો, તો પોલીસ વેરિફિકેશનની જરૂર પડી શકે છે.
  9. સ્ટેપ 9 – વેરિફિકેશન થયા પછી તમારો નવો પાસપોર્ટ ‘સ્પીડ પોસ્ટ’ દ્વારા તમારા એડ્રેસ પર મોકલવામાં આવશે.

પાસપોર્ટ માટે એડ્રેસ પ્રૂફ લિસ્ટ

  • પ્રૂફ ઓફ વેલિડ એડ્રેસ
  • આધાર કાર્ડ
  • મતદાર ઓળખ કાર્ડ (Voter ID Card)
  • વીજળી, પાણી અથવા ટેલિફોન બિલ (3 મહિનાથી જૂનું ન હોવું જોઈએ)
  • ભાડા કરાર
  • બેંક સ્ટેટમેન્ટ (છેલ્લા 12 મહિના)
  • ગેસ કનેક્શન બિલ
  • જીવનસાથીનો પાસપોર્ટ (જો અરજદારનું નામ તેના પર હોય તો)

પ્રોસેસિંગ ટાઇમ

  1. સામાન્ય પ્રક્રિયા હેઠળ પોલીસ વેરિફિકેશન પૂર્ણ થયા પછી 7 થી 14 કાર્યકારી દિવસો (Working Days)માં નવો પાસપોર્ટ મોકલવામાં આવે છે.
  2. તત્કાલ યોજના હેઠળ, જો બધા દસ્તાવેજો સાચા અને વેરીફાઈ થયેલા હોય તો 1 થી 3 દિવસમાં પાસપોર્ટ જારી કરવામાં આવે છે.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.