આ ગર્ભવતી મહિલાઓને છે કોરોનાનું જોખમ વધુ, સરકારે જણાવ્યું વેક્સિન છે કેટલી સુરક્ષિત

|

Jun 29, 2021 | 11:45 AM

વેક્સિનને લઈને ગર્ભવતી મહિલાઓ માટે સરકારે નવી ગાઈડલાઈનમાં માહિતી આપી હતી. જેમાં ગર્ભવતી મહિલાઓ પર કોરોનાનું જોખમ અને તેમના પર વેક્સિનની અસર પણ જણાવવામાં આવી છે.

આ ગર્ભવતી મહિલાઓને છે કોરોનાનું જોખમ વધુ, સરકારે જણાવ્યું વેક્સિન છે કેટલી સુરક્ષિત
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાની બીજી લહેરના હજુ હવે વળતા પાણી થયા છે. એવામાં ત્રીજી લહેરની ચિંતા પણ સતાવી રહી છે. બીજી લહેર બાદ લોકોમાં હવે કોરોનાનો ભય પણ ખુબ વધી રહ્યો છે. આ વચ્ચે વેક્સિન જ એક હથિયાર હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ વેક્સિન અભિયાન શરુ છે તો બીજી તરફ સરકાર દરેકને વેક્સિન લેવા માટે અપીલ કરી રહી છે. હવે તો ગર્ભવતી મહિલાઓને પણ વેક્સિન લેવાનું છૂટ આપવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સગર્ભા સ્ત્રીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ચાલો આપણે જણાવીએ કે સગર્ભા સ્ત્રીઓ માટે કોરોના રસી કેટલી સલામત છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની આ નવી ગાઈડલાઈનમાં વેક્સિન મુકાવવાને લઈને ગર્ભવતી મહિલાઓની ચિંતા દુર કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે. તેથી ગર્ભવતી મહિલાઓએ અન્ય લોકોની જેમ જ કોરોનાથી બચવા માટે વેક્સિન લેવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગર્ભવતી મહિલા માટે વેક્સિન લેવી કેમ જરૂરી?

ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલાઓને શરૂઆતમાં સામાન્ય લક્ષણો દેખાય છે. પરંતુ ત્યાર બાદ અચાનક તબિયત ખુબ વધી જાય છે. એટલું જ નહીં આ સંક્રમણને કારણે ગર્ભ પર પણ પ્રભાવ પડી શકે એમ છે. તેથી કોરોનાથી બચવા માટે ખુબ સાવધાની રાખવી જરૂરી છે. જેમાં અન્ય સલામતી સાથે કોરોના સામેની વેક્સિન પણ મહત્વની છે. તેથી ગર્ભવતી મહિલાઓને વેક્સિન લેવાની સલાહ આપવામાં આવી રહી છે.

ગર્ભના બાળક પર કઈ રીતે પડી શકે છે અસર?

ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર 95 ટકાથી વધુ કેસોમાં કોરોના પોઝિટિવ માતાઓના બાળક સ્વસ્થ જન્મ્યા છે. પરંતુ કેટલાક કેસ એવા જોવા મળ્યા છે કે ગર્ભાવસ્થામાં કોરોના સંક્રમણના કારણે સમયથી વહેલા ડિલીવરી કરવાની સ્થિતિ બને છે. આવા બાળકોનું વજન 2.5 કિલોગ્રામથી ઓછું થઇ શકે છે. એટલું જ નહીં મોટું જોખામ એ છે જન્મ પહેલા જ બાળકનો જીવ પણ જી શકે છે.

આ ગર્ભવતી મહિલાઓને જોખમ વધુ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સગર્ભા સ્ત્રીઓ જેની ઉમર 35 વર્ષથી વધુ છે, જેનું વજન પણ વધારે છે અને જેમને ડાયાબિટીઝ અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેઓને કોવિડ-19 ના ચેપનું જોખમ વધારે છે. માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ -19 ની ઝપેટમાંથી બહાર આવી છે, તો તે થોડી રાહ જોઈ શકે છે. પરંતુ તેને ડિલિવરી પછી તરત જ રસી લેવી જોઈએ.

 

આ પણ વાંચો: Twitter map controversy : જમ્મુ-કાશ્મિર લદ્દાખને અલગ દેશ બતાવવા બદલ ટ્વિટર ઈન્ડિયાના એમડી સામે કેસ

Published On - 10:40 am, Tue, 29 June 21

Next Article