Sikkim : ભારતીય સેના અને ચીનના PLA વચ્ચે હોટલાઈનની સ્થાપના,ભાઈચારો કેળવવા લેવાયું પગલુ

|

Aug 02, 2021 | 1:59 PM

ભારત-ચીન સરહદ(India China Border) પર બંને દળો વચ્ચે વિશ્વાસ અને સૌહાર્દની ભાવનાને આગળ વધારવા માટે તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રના ખાંબા ઝોંગ ખાતે ભારતીય સેના અને ઉત્તર સિક્કિમના કોંગરા લામાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) વચ્ચે હોટલાઇનની સ્થાપના કરવામાં આવી છે.

Sikkim : ભારતીય સેના અને ચીનના PLA વચ્ચે હોટલાઈનની સ્થાપના,ભાઈચારો કેળવવા લેવાયું પગલુ
Hotline established between Indian Army in Sikkim, China's PLA in Tibet

Follow us on

ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (People’s Liberation Army) વચ્ચે હોટલાઇનની સ્થાપના કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ઉત્તર સિક્કિમ અને તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રના ખાંબા ઝોંગમાં આ હોટલાઈનની સ્થાપના કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,ભારત-ચીન સરહદ(India China Border) પર બંને દળો વચ્ચે વિશ્વાસ અને સૌહાર્દની ભાવનાને આગળ વધારવા માટે તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રના ખાંબા ઝોંગ ખાતે ભારતીય સેના અને ઉત્તર સિક્કિમના કોંગરા લામાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) વચ્ચે હોટલાઇનની સ્થાપના કરવામાં આવી છે.

બંને દેશો વચ્ચે હોટલાઈનની સ્થાપના થતા  શાંતિ સ્થાપવામાં મદદ મળશે

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ઉપરાંત બંને દેશોના સશસ્ત્ર દળો પાસે ગ્રાઉન્ડ કમાન્ડર્સ (Grand Commanders) સ્તરે સંદેશાવ્યવહાર માટે પણ વ્યવસ્થા કરાવામાં આવી છે. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”બંને દેશોમાં આ હોટલાઈન દ્વારા સમાનતા વધારવા અને શાંતિ જાળવવામાં મદદરૂપ થશે.” આપને જણાવવું રહ્યું કે, નવી હોટલાઇનના ઉદ્ઘાટનમાં બંને સેનાના ગ્રાઉન્ડ કમાન્ડરોએ હાજરી આપી હતી અને તેના દ્વારા “મિત્રતા અને સંવાદિતતાના સંદેશ” નું આદાન -પ્રદાન કરવામાં આવ્યું હતું.

ભારતીય સૈન્ય અધિકારીએ(Army Officer)  જણાવ્યું હતું કે, હોટલાઇનની સ્થાપના થવાથી ગ્રાઉન્ડ કમાન્ડરો સીધા જ વાત કરી શકશે અને મતભેદોને ઉકેલવામાં સરળતા રહેશે.

મહત્વપૂર્ણ છે કે, ગયા વર્ષે મે મહિનામાં, બંને સૈન્ય ઉત્તર સિક્કિમના નાકુલામાં 16,000 ફૂટની ઉંચાઈએ સામસામે આવી ગયા હતા.ત્યારે આ હોટલાઇનની સ્થાપના મહત્વની માનવામાં આવી રહી છે.

આ પહેલા લદ્દાખમાં (Ladakh)વધતા ઘર્ષણને ધ્યાનમાં રાખીને   ઉચ્ચ સ્તરીય લશ્કરી વાટાઘાટો કરવામં આવી હતી.આ વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ  પૂર્વ લદ્દાખના કેટલાક ઘર્ષણ વિસ્તારોમાં શાંતિ સ્થાપવાનો છે.લદ્દાખમાં (Ladakh) સામાન્ય રીતે  હોટ સ્પ્રિંગ અને ગોગરા પોસ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે,લશ્કરી સંવાદનો 11 મો રાઉન્ડ 9 એપ્રિલે એલએસીની ભારતીય બાજુના ચુશુલ બોર્ડર પોઇન્ટ પર થયો હતો.

આ પણ વાંચો : e-RUPI Launch: PM નરેન્દ્ર મોદી આજે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI લોન્ચ કરશે, જાણો તમને આ પહેલથી શું થશે ફાયદો

આ પણ વાંચો: Monsoon Session 2021: સંસદમાં વિપક્ષનાં હંગામા પર મુખ્તાર અબ્બાસ નક્વીનો કટાક્ષ, ‘ચાર આનીનું કામ અને ખર્ચો રૂપિયા’ જેવું કામ

Next Article