મણિપુરમાં ભૂસ્ખલનના ભયાનક ફોટોઝ અને વીડિયો થયા વાયરલ, યુઝર્સએ કરી મણિપુરના લોકો માટે પ્રાર્થના

હાલમાં મણિપુરમાં થયેલા ભૂસ્ખલનમાં (Manipur Landslide) 15થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 50થી વધારે લોકો ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે.

મણિપુરમાં ભૂસ્ખલનના ભયાનક ફોટોઝ અને વીડિયો થયા વાયરલ, યુઝર્સએ કરી મણિપુરના લોકો માટે પ્રાર્થના
Manipur Landslides
Image Credit source: twitter
| Edited By: | Updated on: Jul 01, 2022 | 11:25 PM

કુદરતી આફત ક્યારેય કહીને નથી આવતી પણ જ્યારે આવે છે ત્યારે તબાહી મચાવીને જાય છે. 2013માં ઉત્તરાખંડમાં બનેલી ઘટના કોણ ભુલી શકે છે? કુદરતી આફત લોકોના પરિવારને એક મિનિટમાં વેરવિખેર કરી શકે છે. અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વારંવાર જોવા અને સાંભળવામાં આવે છે, જેમાંથી કેટલીક ખૂબ જ પીડાદાયક અને હૃદયદ્રાવક હોય છે. આવી જ એક ઘટના બુધવારે રાત્રે મણિપુરમાં (Manipur) બની હતી, જ્યાં નોની જિલ્લાના તુપુલ રેલ્વે સ્ટેશન પાસે ભૂસ્ખલન (Manipur Landslide) થયું હતું અને 107 ટેરિટોરિયલ આર્મી કેમ્પને ટક્કર મારી હતી. આ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 15થી વધુ લોકોના મોતના અહેવાલ છે, જ્યારે 50થી વધુ લોકો હજુ પણ લાપતા છે. નદીમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે એક્સેવેટર મશીનો તૈનાત કરવામાં આવી છે. આ સિવાય ભારતીય સેના, આસામ રાઈફલ્સ, ટેરિટોરિયલ આર્મી અને સેન્ટ્રલ અને સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સ ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

આ ભૂસ્ખલનને કારણે ગુમ થયેલા લોકોમાંથી ઓછામાં ઓછા અડધા લોકો ટેરિટોરિયલ આર્મીના છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે સ્નિફર ડોગ્સને પણ કામે લગાડવામાં આવ્યા છે. આ અકસ્માતની હૃદયદ્રાવક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ટ્વિટર પર #manipurlandslide ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે.

મણિપુર ભૂસ્ખલનના વાયરલ ફોટોઝ અને વીડિયો

 

 

 

 

 

આ દુર્ઘટના સાથે જોડાયેલા આવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોયા પછી લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.