ગૃહ મંત્રાલયનો આદેશ, Oxygen પ્લાન્ટની યાદી બનાવો, બંધ પ્લાન્ટ ફરી શરૂ કરો, વાયુસેનાએ ખાલી કન્ટેનર એરલીફ્ટ કર્યા

|

Apr 23, 2021 | 11:00 PM

ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને Oxygen પ્લાન્ટની યાદી બનાવવા અને બંધ પ્લાન્ટ ફરી શરૂ કરવા આદેશ આપ્યો.

ગૃહ મંત્રાલયનો આદેશ, Oxygen પ્લાન્ટની યાદી બનાવો, બંધ પ્લાન્ટ ફરી શરૂ કરો, વાયુસેનાએ ખાલી કન્ટેનર એરલીફ્ટ કર્યા
PHOTO : IAF

Follow us on

દેશમાં Oxygen ની ઉભી થયેલી અછતને પહોંચી વળવા હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આદેશ આપ્યા છે.શુક્રવારે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને તેમના સંબંધિત અધિકારક્ષેત્રોમાં ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટની યાદી તૈયાર કરવા અને ઓક્સીજનનો પુરવઠો વધારવા માટે બંધ પડેલા ઓક્સીજન પ્લાન્ટને ફરીથી શરૂ કરવા આદેશ આપ્યો છે, જેથી કોવિડ-19 સંક્રમણના ઝડપથી વધતા કેસોને કારણે ઓક્સીજનની વધતી માંગને પહોંચી શકાય.

ઓક્સીજન લઇ જતા વાહનોને રોકવામાં ન આવે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે Oxygen લઇ જતા વાહનોને રોકવાની ઘટનાઓ હજી સામે આવી રહી છે.ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશ કર્યો કે આરોગ્ય સાથે સંબંધિત માલનો અવિરત પુરવઠો અને પરિવહન સુનિશ્ચિત કરવામાં આવે. એક સત્તાવાર નિવેદન અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દેશમાં કોરોનો વાયરસની સ્થિતિની સમીક્ષા કરી અને તબીબી હેતુઓ માટે ઓક્સિજનની સપ્લાય વધારવાના સૂચનો આપ્યા છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

વાયુસેનાએ Oxygen ના ખાલી કન્ટેનર એરલીફ્ટ કર્યા
કોવિડ -19 દર્દીઓ માટે વહેલી તકે ‘પ્રાણવાયુ’ પહોંચાડવા ભારતીય વાયુસેનાએ દેશના વિવિધ રીફીલીંગ મથકો પર મેડિકલ ઓક્સિજનના ખાલી ટેન્કર અને કન્ટેનર લઇ જવાનું શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે એરફોર્સના વિમાનમાં કોચિ, મુંબઇ, વિશાખાપટ્ટનમ અને બેંગાલુરુથી દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં ડોકટરો અને નર્સોને પણ લઈ જવામાં આવ્યા છે.

ઓક્સિજન કન્ટેનર ભર્યા પછી રેલવે અથવા રોડ દ્વારા વિવિધ હોસ્પિટલોમાં પહોચાડવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે ઓક્સિજનથી ભરેલા કન્ટેનરોનું વાયુસેનાના વિમાન દ્વારા પરિવહન શક્ય નથી, કેમ કે તે ગેસને જ્વલનશીલ માનવામાં આવે છે અને તે વિમાન માટે જોખમ ઉભું કરી શકે છે.

તેમણે કહ્યું કે આ સિવાય એરફોર્સ દેશની વિવિધ કોવિડ-19 હોસ્પિટલોમાં દવાઓ અને ઉપકરણો પણ પહોંચાડે છે. ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને કોવિડ-19 ના વધતા જતા કેસોને લીધે ઘણી હોસ્પિટલો મેડીકલ Oxygen અને બેડની અછતનો સામનો કરી રહી છે.

વાયુસેનાએ C-17, IL-76, N-32 અને એવ્રો કાર્ગો વિમાનોને આ કામ માટે તહેનાત કર્યા છે, આ સાથે જ ચીનુક અને MI-17 હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે.

Next Article