ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યુ MCD સંશોધન બિલ, કહ્યું- દિલ્લી સરકાર કોર્પોરેશન સાથે સાવકી મા જેવું વર્તન કરી રહી છે

|

Mar 30, 2022 | 5:23 PM

અમિત શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો દિલ્લીની ત્રણેય મહાનગરપાલિકાઓમાં એકસમાનતા નથી અને ત્રણેય મહાનગરપાલિકાઓ અલગ-અલગ નીતિઓથી ચલાવવામાં આવી રહી છે. દરેક કોર્પોરેશનના બોર્ડને તેના કોર્પોરેશનને પોતાની રીતે ચલાવવાની નીતિ નક્કી કરવાનો અધિકાર છે.

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યુ MCD સંશોધન બિલ, કહ્યું- દિલ્લી સરકાર કોર્પોરેશન સાથે સાવકી મા જેવું વર્તન કરી રહી છે
Amit Shah, Home Minister

Follow us on

લોકસભામાં (Lok Sabha) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનના એકીકરણ માટેના બિલ પર વાત કરી હતી. અમિત શાહે ગૃહમાં કહ્યું કે આખરે દિલ્લીની ત્રણ નગર નિગમોને એક કરવાનું કારણ શું છે. શાહે ગૃહને કહ્યું કે દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન (Delhi Municipal Corporation) સમગ્ર રાજધાનીના 95 ટકા વિસ્તારમાં કામ કરવાની જવાબદારી ઉઠાવે છે. તેમણે કહ્યું કે બંને મહાનગરપાલિકાઓમાં લગભગ 1 લાખ 20 હજાર કર્મચારીઓ કામ કરે છે. રાજધાની પ્રદેશ હોવાથી રાષ્ટ્રપતિ ભવન પણ અહીં છે, સંસદ પણ અહીં છે અને વડાપ્રધાનનું નિવાસસ્થાન પણ અહીં છે. તમામ કેન્દ્રીય સચિવાલય પણ અહીં છે અને તમામ મહત્વપૂર્ણ બેઠકોનું સ્થળ પણ દિલ્લી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ રાજ્યના વડા આવે છે ત્યારે રાજધાનીમાં મળવું સ્વાભાવિક છે, તેથી તે જરૂરી છે કે નગર નિગમ દિલ્લીની તમામ સેવાઓ યોગ્ય રીતે લઈ શકે.

અમિત શાહે કહ્યું કે પહેલા દિલ્લીમાં માત્ર એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન હતી, જે બાદમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ ગઈ. તેમણે કહ્યું કે દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન 1883થી પંજાબ ડિસ્ટ્રિક્ટ બોર્ડ એક્ટ હેઠળ ચાલી રહી છે. તેની સ્થાપના 1957 દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ કરવામાં આવી હતી અને 1991 અને 2011માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને દિલ્લીમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી. અમિત શાહે કહ્યું કે ગૃહને ખબર હોવી જોઈએ કે આ મહાનગરપાલિકાઓને શા માટે ત્રણ ભાગમાં વહેંચવામાં આવી. શાહે કહ્યું કે જે વિભાજન થયું હતું તે ઉતાવળમાં કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કોઈ રાજકીય હેતુસર મહાનગરપાલિકાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી.

અમિત શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો ત્રણેય મહાનગરપાલિકાઓમાં એકસમાનતા નથી અને ત્રણેય મહાનગરપાલિકાઓ અલગ-અલગ નીતિઓથી ચલાવવામાં આવી રહી છે. દરેક કોર્પોરેશનના બોર્ડને તેના કોર્પોરેશનને પોતાની રીતે ચલાવવાની નીતિ નક્કી કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે આ કારણે કર્મચારીઓમાં આ બાબતે અસંતોષ છે. શાહે કહ્યું કે જ્યારે ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનને સંસાધનો અને જવાબદારીઓ જોયા વિના ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી. આ કારણે એક મહાનગરપાલિકા નફામાં રહી, પરંતુ અન્ય બે મહાનગરપાલિકાઓની જવાબદારી વધુ હતી પરંતુ આવક ઓછી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચોઃ

DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 %નો વધારો, જાણો કેટલો વધ્યો પગાર

આ પણ વાંચોઃ

Jammu Kashmir: CRPF કેમ્પ ઉપર બુરખાધારી મહિલાએ ફેક્યો પેટ્રોલ બોમ્બ, જુઓ વીડિયો

Next Article