જોશીમઠની સ્થિતિની સમીક્ષા કરવા ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી, તમામ શક્ય મદદની ખાતરી આપી

પુષ્કર સિંહ ધામી સરકાર વતી અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1.50 લાખની તાત્કાલિક વચગાળાની સહાય આપવામાં આવશે. આ સાથે તેમની રાહત અને સલામત સ્થળે ખસેડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાની અધ્યક્ષતામાં 19 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.

જોશીમઠની સ્થિતિની સમીક્ષા કરવા ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી, તમામ શક્ય મદદની ખાતરી આપી
Amit Shah
| Edited By: | Updated on: Jan 12, 2023 | 3:08 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જોશીમઠની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારે એક બેઠક બોલાવી છે. જો કે, આ પહેલા પણ બુધવારે અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા જોશીમઠની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રીએ પણ રાજ્ય સરકારને જોશીમઠ માટે તમામ શક્ય મદદની ખાતરી આપી છે. આ સાથે જ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ જોશીમઠની સ્થિતિને લઈ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી.

સીએમ પુષ્કર સિંહ ધામી બુધવારની રાતથી જોશીમઠમાં છે

જણાવી દઈએ કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે ​​સવારે જોશીમઠના નરસિંહ મંદિરમાં પૂજા કરી હતી. સીએમ પુષ્કર સિંહ ધામી બુધવારે રાતથી જોશીમઠમાં છે. તેઓ ગઈકાલે રાત્રે અલગ-અલગ રાહત શિબિરોમાં ગયા હતા અને અસરગ્રસ્ત પરિવારોને મળ્યા હતા. આજે મુખ્યમંત્રી આ સંકટને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવાના છે. જે પહેલા તેઓ પ્રાર્થના કરવા જોશીમઠના પ્રસિદ્ધ નરસિંહ મંદિર પહોંચ્યા હતા.

આ પણ વાંચો : ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, જોશીમઠના દરેક પીડિત પરિવારને 1.5 લાખ રૂપિયાની સહાય મળશે

અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1.50 લાખની તાત્કાલિક વચગાળાની સહાય

પુષ્કર સિંહ ધામી સરકાર વતી અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1.50 લાખની તાત્કાલિક વચગાળાની સહાય આપવામાં આવશે. આ સાથે તેમની રાહત અને સલામત સ્થળે ખસેડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાની અધ્યક્ષતામાં 19 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જે અસરગ્રસ્ત પરિવારોને પેકેજની રકમ અને પુનર્વસન પેકેજના દરની ખાતરી કરશે. સાથે જ ભૂસ્ખલનને કારણે નુકસાન પામેલી ઇમારતોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

એવી છાપ ઉભી કરવામાં આવી રહી છે કે સમગ્ર ઉત્તરાખંડ ખતરામાં છે, જે યોગ્ય નથી

બીજી તરફ સીએમ પુષ્કર સિંહ ધામીનું કહેવું છે કે એવી છાપ ઉભી કરવામાં આવી રહી છે કે સમગ્ર ઉત્તરાખંડ ખતરામાં છે, જે યોગ્ય નથી. આવી ધારણા ન કરવી જોઈએ. ફેબ્રુઆરીમાં ઔલીમાં આંતરરાષ્ટ્રીય વિન્ટર ગેમ્સ યોજાવાની છે. ચાર ધામ યાત્રા પણ થોડા મહિનામાં શરૂ થશે. આવી સ્થિતિમાં આવી ગેરસમજ ન કરવી જોઈએ. ધામીએ સ્પષ્ટ કર્યું હતું કે અસુરક્ષિત મકાનો નહીં પરંતુ માત્ર બે હોટલ તોડી પાડવામાં આવી રહી છે.

Published On - 3:08 pm, Thu, 12 January 23