Holi 2021: જો ભૂલથી પી લીધી છે ભાંગ તો કરો આ ઉપાય, દુર થઇ જશે હેંગઓવર

|

Mar 25, 2021 | 1:14 PM

હોળીનો તહેવાર હવે થોડાક જ દિવસ દુર છે. ત્યારે ઘણા લોકો એવા હોય છે કે જે ભાંગથી આ ઉત્સવ ઉજવાતા હોય છે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવી દઈએ આ હેંગઓવર કેવી રીતે ઉતારશો.

Holi 2021: જો ભૂલથી પી લીધી છે ભાંગ તો કરો આ ઉપાય, દુર થઇ જશે હેંગઓવર
Holi 2021

Follow us on

Holi Tips: રંગનો ઉત્સવ હોળી, આખા ભારત દેશમાં ખૂબ ધૂમ ધામ સાથે ઉજવવામાં આવે છે. આ વિશેષ તહેવારના આગમનને હવે થોડા જ દિવસો બાકી છે. આવી સ્થિતિમાં હોળીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. હોળીના વિશેષ પ્રસંગે કેટલાક લોકો ભાંગનું સેવન પણ કરતા હોય છે. જો કે તેનું સેવન નુકસાનકારક છે. પરંતુ કેટલાક લોકો તહેવારના વિશેષ પ્રસંગને કારણે ઉત્સાહમાં તેનું સેવન કરે છે. ભાંગના સેવનથી માથાનો દુખાવો અને તમામ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. કેનાબીસ તમને હેંગઓવર અપાવી શકે છે. ઘણી વાર ભાંગના નશામાં માણસ ના કરવાનું પણ કરી બેસતો હોય છે. જો તમે આ હેંગઓવર અને તેના નુકશાનને ટાળવા માંગતા હો, તો અહીં કેટલીક ટીપ્સ ખાસ તમારા માટે છે.

લીંબુનું પાણી

લીંબુના પાણીએ એંટીઓક્સિડેન્ટ્સ અને વિટામિન સીનો ઉત્તમ સ્રોત છે. જો તમારે કેનાબીસના હેંગઓવરથી એટલે કે ભાંગના હેંગઓવરથી બચવું હોય તો લીંબુનું સેવન કરો. લીંબુ પાણી કે લીંબુ ઘણું અસરકારક રહે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તમારું પેટ ભરેલું રાખો

જો તમે ભૂલથી ભાંગ પિ લીધી હોય તો પેટ ભરીને ખાવાનું ખાઓ. ખાલી પેટ પર, તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે. એટલે પેટ ભરેલું રાખવું એ સારો ઉપાય છે.

તમારા શરીરને હાઇડ્રેટ કરો

તમારા શરીરમાંથી નશીલા પદાર્થોમાંથી છુટકારો મેળવવા માટે ઘણું પાણી પીવો. સતત તેને હાઈડ્રેટ કરતા રહો.

ચા/કોફીને કહો ના

ઘણી વાર એવું લાગતું હોય છે કે ચા અથવા કોફી પીવાથી હેંગઓવર ઉતરશે. પરંતુ આ ખોટું છે, અને આનાથી ઊંધું તે તબિયત બગાડે છે. તેથી આ બાબતની સાવચેતી રાખો.

ઉચ્ચ ફાઇબરવાળા ખોરાક ચાવો

ફળો અને શાકભાજીમાં ઉચ્ચ ફાઇબર અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. જે હેંગઓવર સામે લડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં વધુ ફ્રૂટ અને કચુંબર ખાઓ.

ઊંઘ

હેંગઓવર સાથે ડીલ કરવાની ઉત્તમ રીત એક છે સારી ઊંઘ. સારી ઊંઘ તમારા મન અને શરીરને આરામ આપે છે અને માથાનો દુખાવો પણ ઘટાડે છે. તો આવી સ્થિતિમાં સુઈ જવું ફાયદાકારક રહે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article