Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓનો ટાર્ગેટ કિલિંગનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કડક પગલાં લેવાની વિનંતી કરવામાં આવી

એડવોકેટ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી કરી છે અને આ મામલાની નોંધ લેવાની માગ કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે હિન્દુઓની ટાર્ગેટ કિલિંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને જાહેર હિતની અરજી તરીકે ગણવામાં આવે.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં હિંદુઓનો ટાર્ગેટ કિલિંગનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કડક પગલાં લેવાની વિનંતી કરવામાં આવી
Supreme Court
| Edited By: | Updated on: Jun 01, 2022 | 12:52 PM

જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની સતત હત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. હિંદુઓની ટાર્ગેટ કિલિંગ પર સુપ્રીમ કોર્ટ પાસે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. એડવોકેટ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને આ મામલાની નોંધ લેવાની માગ કરી છે. તેમણે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે હિન્દુઓની ટાર્ગેટ કિલિંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને જાહેર હિતની અરજી તરીકે ગણવામાં આવે.

જિંદાલે ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI NV રમનાને પત્ર લખીને કાર્યવાહીની માગ કરી છે. સુપ્રીમ કોર્ટને લખેલા પત્રમાં કાશ્મીરમાં હિંદુ અલ્પસંખ્યકોને તાત્કાલિક સુરક્ષા આપવા અંગે નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે. જિંદાલે કોર્ટ પાસે આતંકવાદીઓ દ્વારા હિંદુઓની દિન-પ્રતિદિન હત્યાની તપાસ નેશનલ સિક્યુરિટી એજન્સી પાસે કરાવવાની પણ માગ કરી છે. આ સિવાય પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.

મે મહિનામાં જ 7 હત્યાઓ થઈ હતી

જિંદાલે પોતાના પત્રમાં કહ્યું કે મે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 7 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. આ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31મી મેના રોજ આતંકવાદીઓએ કુલગામમાં એક હિન્દુ શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેણે કહ્યું, મે મહિનામાં સ્કૂલ ટીચરની પહેલા ત્રણ કાશ્મીરી નાગરિકો અને ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. કાશ્મીરમાં થઈ રહેલી ટાર્ગેટ કિલિંગ 1989-90ની ઘટનાઓની યાદ અપાવે છે.

હિન્દુ શિક્ષક રજની બાલાની હત્યા

ઉલ્લેખનીય છે કે, મંગળવારે કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ એક હિન્દુ શિક્ષકની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે કુલગામના ગોપાલપુરા વિસ્તારમાં 36 વર્ષીય રજની બાલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જે બાદ તે ઘાયલ થઈ હતી. ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. સાંબા જિલ્લાની રહેવાસી રજની બાલા ગોપાલપુરાની એક સરકારી શાળામાં શિક્ષિકા હતી. મે મહિનામાં બિન-મુસ્લિમ સરકારી કર્મચારીની આ બીજી હત્યા છે અને આ મહિનામાં કાશ્મીરમાં લક્ષ્યાંકિત હત્યાની સાતમી ઘટના છે.

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. તેમની પાસેથી 2 AK 47 રાઈફલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ત્રાલના રહેવાસી શાહિદ રાથેર અને શોપિયાંના રહેવાસી ઉમર યુસુફ તરીકે થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલાની માહિતી આપી છે.

Published On - 12:52 pm, Wed, 1 June 22