Himachal Pradesh : આસમાની આફતને કારણે અત્યાર સુધીમાં 211 લોકોના મોત, CM જય રામ ઠાકુરે પૂર પ્રભાવિત વિસ્તારોની કરી મુલાકાત

|

Aug 01, 2021 | 9:30 AM

હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) લાહૌલ-સ્પિતીના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા 178 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે હજુ વધુ 66 પ્રવાસીઓ ફસાયેલા હોવાની આશંકા છે.

Himachal Pradesh : આસમાની આફતને કારણે અત્યાર સુધીમાં 211 લોકોના મોત, CM જય રામ ઠાકુરે પૂર પ્રભાવિત વિસ્તારોની કરી મુલાકાત
Himachal Pradesh

Follow us on

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે (Jay Ram Thakur) શનિવારે લાહૌલ સ્પીતી જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ભારે વરસાદથી લાહૌલ ખીણમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. હાલ, ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.”

મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) લાહૌલ-સ્પીતીના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા 178 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે હજુ વધુ 66 પ્રવાસીઓ ફસાયેલા હોવાની આશંકા છે. હિમાચલ પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડિરેક્ટર સુદેશ કુમાર મોક્તાએ જણાવ્યું હતું કે, “લાહૌલમાં આવેલા પુરને કારણે લાપતા થયેલા ત્રણ લોકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ઉપરાંત કુલ્લુમાં (Kullu) પાર્વતી નદીમાં ડૂબી ગયેલા ચાર લોકો પણ લાપતા છે.”

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુરે ગઈ કાલે લાહૌલ અને સ્પીતી (Lahaul and Spiti)જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, “વરસાદે લાહૌલ ખીણમાં તબાહી મચાવી છે, હાલ ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.”

178 પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા

સ્થાનિક જિલ્લા અધિકારીએ (District Officer) જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતીમાં ફસાયેલા 178 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે તોજીંગ નાલ પર વાદળ ફાટ્યા બાદ ભારે પૂરની (Flood) સ્થિતિ સર્જાઈ હતી. જેને કારણે અનેક લોકો ફસાયા હતા. અધિકારીના કહેવા મુજબ, ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું ન હોવાથી, ફસાયેલા લોકોને રોપ -વે (Rope Way) દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

2 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 2 ઓગસ્ટ સુધી હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

 

આ પણ વાંચો: Uttar Pradesh: યોગી સરકારના બાબુઓ નહીં કરી શકે બિઝનેસ ક્લાસમાં હવાઈ યાત્રા, નવી ગાડીઓ લેવા પર પણ રોક

આ પણ વાંચો: LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર 73.5 રૂપિયા મોંઘો થયો , જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

Published On - 9:30 am, Sun, 1 August 21

Next Article