Himachal Pradesh: હિમવર્ષા વચ્ચે મનાલીમાં પાંચ માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, સિલિન્ડર વિસ્ફોટથી લાખોનો સામાન બળીને ખાખ

|

Jan 09, 2022 | 11:55 PM

મનાલીની બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે ઘરના બે માળ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાના સમાચાર છે.

Himachal Pradesh: હિમવર્ષા વચ્ચે મનાલીમાં પાંચ માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, સિલિન્ડર વિસ્ફોટથી લાખોનો સામાન બળીને ખાખ
Manali Cylinder Blast

Follow us on

Manali Cylinder Blast: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના મનાલી (Manali) માં આજે એક મોટો અકસ્માત થયો છે. પાંચ માળની ઈમારતમાં અચાનક ગેસ સિલિન્ડર ફાટ્યો. શરૂઆતમાં એવું લાગ્યું કે જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય. બોમ્બ હોવાની આશંકાથી નાસભાગ મચી ગઈ હતી.

ઘરમાં આગ લાગવાની જાણ થતાં જ વિસ્તારમાં હડકંપ મચી ગઈ હતી, ત્યારબાદ બધાએ તરત જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. સદનસીબે પાંચ માળની ઈમારતમાં રહેતા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મનાલીની બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે ઘરના બે માળ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયાના સમાચાર છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જે પાંચ માળની ઈમારતમાં આગ લાગી તે ઉત્તમ ચંદ નામની વ્યક્તિની છે. ઘરમાંથી ધુમાડો નીકળતો જોઈ પડોશીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પાડોશીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો
સાથે જ સ્થાનિક લોકોએ પણ પોતાના સ્તરે આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પરંતુ આ દરમિયાન ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ વધુ ભડકી ઉઠી હતી. બ્લાસ્ટના જોરદાર અવાજથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. સમાચાર અનુસાર, આગ લાગતા જ ઘરના માલિક ઉત્તમ ચંદ ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે પડોશીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આગના કારણે ઘરના બે માળ બળીને રાખ થયા
લાંબા સમય બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. સતત હિમવર્ષાના કારણે ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી. પરંતુ આ દરમિયાન પાડોશીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચ્યા ત્યાં સુધીમાં આગ આખા ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ આખરે આગ કાબુમાં આવી હતી.

 

આ પણ વાંચો: ના હોય ! એક 28 વર્ષના પુરુષે બાળકને આપ્યો જન્મ ! ડેટિંગ સાઇટ પર મળેલા એક શખ્સ સાથેની ‘મુલાકાતે’ બનાવ્યો પ્રેગ્નન્ટ

આ પણ વાંચો: મુંબઈ પોલીસના બહાદુર જવાને બચાવ્યો ડૂબતી મહિલાનો જીવ, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે સમુદ્રમાં પડી હતી પર્યટક મહિલા, જુઓ Video

Next Article