જળ, જમીન અને હવાઈ માર્ગે ઝારખંડને જોડવાની તૈયારી, PM મોદીએ દેવઘરને અર્પણ કર્યુ પ્રથમ ઍરપોર્ટ, 16 હજાર 800 કરોડની ભેટ

|

Jul 12, 2022 | 6:10 PM

દેવઘર પહોંચેલા PM મોદીએ કહ્યુ કે બાબા વૈધનાથના આશિર્વાદથી આજે 16000 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે.

જળ, જમીન અને હવાઈ માર્ગે ઝારખંડને જોડવાની તૈયારી, PM મોદીએ દેવઘરને અર્પણ કર્યુ પ્રથમ ઍરપોર્ટ, 16 હજાર 800 કરોડની ભેટ
PM નરેન્દ્ર મોદીએ દેવઘર ઍરપોર્ટનું કર્યુ ઉદ્ઘાટન

Follow us on

PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ ઝારખંડના દેવઘરમાં દેવઘર એરપોર્ટ (Deoghar Airport)અને અન્ય વિકાસ પરિયોજનાઓનુ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન (Jharkhand CM Hemant Soren) અને રાજ્યપાલ રમેશ બૈસ પણ હાજર હતા. PMએ અહીં 16,800 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. PMએ કહ્યું કે બાબા વૈદ્યનાથના આશીર્વાદથી આજે 16,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. આનાથી ઝારખંડની આધુનિક કનેક્ટિવિટી, ઉર્જા, આરોગ્ય, આસ્થા અને પર્યટન વધુ વેગ મળશે.

PMએ કહ્યું કે રાજ્યોના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય છે, આ જ વિચાર સાથે દેશ છેલ્લા 8 વર્ષથી કામ કરી રહ્યો છે. છેલ્લાં 8 વર્ષમાં ઝારખંડને હાઈવે, રેલવે, ઍરવે, વોટરવે, દરેક રીતે જોડવાના પ્રયાસમાં એ જ વિચાર, અને એ જ લાગણી સર્વોપરી રહી છે. PMએ વધુમાં કહ્યું કે આજે સરકારના પ્રયાસોનો લાભ સમગ્ર દેશમાં દેખાઈ રહ્યો છે. UDAN યોજના હેઠળ છેલ્લા 5-6 વર્ષોમાં 70 જેટલા સ્થળોને એરપોર્ટ, હેલીપોર્ટ્સ અને વોટર એરોડ્રોમના માધ્યમથી જોડવામાં આવ્યા છે. આજે 400 નવા રૂટ્સ પર સામાન્ય થી સામાન્ય નાગરિકને હવાઈ યાત્રા અને સુવિધા મળી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આસ્થાના સ્થળો પર સુવિધાઓ વધારવા પર ભાર મુકી રહી છે સરકાર: PM

PMએ કહ્યું કે કનેક્ટિવિટીની સાથે-સાથે દેશની આસ્થા અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા મહત્વના સ્થળો પર સુવિધાઓ ઉભી કરવા પર પણ કેન્દ્ર સરકાર ભાર મુકી રહી છે. બાબા બૈદ્યનાથ ધામમાં પણ પ્રસાદ યોજના હેઠળ આધુનિક સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

ઝારખંડમાં એરપોર્ટ 2 થી વધારીને 5 કરવામાં આવશેઃ સિંધિયા

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે હાલ ઝારખંડમાં 2 એરપોર્ટ છે, આવનારા સમયમાં તેને વધારીને 5 એરપોર્ટ કરવામાં આવશે. છેલ્લા 8 વર્ષમાં, જ્યાં ઝારખંડમાં રોજના 1,500 મુસાફરો આવતા હતા, આ સંખ્યા વધીને આજે 7,500 સુધીની થઈ ગઈ છે.

સપનાને સાકાર કરવા આજે PM મોદી આવ્યા : સોરેન

આ પ્રસંગે CM હેમંત સોરેને કહ્યું કે આજનો દિવસ માત્ર દેવઘર માટે જ નહીં પરંતુ સમગ્ર ઝારખંડ માટે ઐતિહાસિક દિવસ છે. જ્યારે આપણે કોઈ સ્વપ્ન જોઈએ  અને જ્યારે તે સાકાર થાય છે ત્યારે તે હકીકતનો અનુભવ કરીએ છીએ તેનો આનંદ કંઈક અલગ જ હોય છે. એ સ્વપ્નને સાકાર કરવા માટે આજે PM મોદી આપણી વચ્ચે આવ્યા છે. જે આપણા માટે ગર્વની વાત છે.

Next Article