ભારત લદ્દાખમાં (Ladakh ) ચીનની સરહદ ( Chinese border ) નજીક આવેલા ગામડાઓમાં ઈન્ટરનેટ સ્પીડ ( High-speed internet ) વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. લદ્દાખના ચુમાર અને ડેમચોક (Chumar and Damchok) અને અન્ય મહત્વના સ્થળોએ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટેની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે. સરકારે સંસદીય સમિતીને (parliamentary committee) જણાવ્યું છે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન ( Border Area Development Plan – BADP) હેઠળ સરહદી વિસ્તારો સાથેના 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. સંસદમાં અહેવાલ રજૂ કરતા પેનલને જણાવવામાં આવ્યું હતું કે 236 રહેણાંક ગામોમાંથી 172માં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (telecom infrastructure) છે. તેમાંથી 24 ગામોમાં 3G અને 78 ગામોમાં 4G નેટ કનેક્ટિવિટી છે.
ગૃહ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 1860 સરહદી ગામોમાં સ્થાનિક સરકાર નિર્દેશિકા કોડ વિકસાવવાના પ્રયાસો ચાલુ છે. જ્યારે 14,708 ગામોમાં ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કહેવામાં આવ્યું છે. ડેમચોકના કેટલાક વિસ્તારોમાં 4જી સેવા શરૂ કરવામાં આવી છે. આનાથી જવાનો અને તેમના પરિવારો વચ્ચે વાતચીતની સુવિધા પણ મળી છે.
ગામડાઓમાંથી સ્થળાંતર અટકશે તો ચીનને પણ ફટકો પડશે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પેનલે લદ્દાખના તમામ ગામોના વીજળીકરણની ભલામણ કરી છે. ખાસ કરીને ચુમાર અને ડેમચોક જેવા ઝીરો બોર્ડર પર આવેલા ગામો. આના દ્વારા લોકોનું સ્થળાંતર રોકવામાં પણ મદદ મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં ઘણો સમય લાગશે. સરકારે આ સંદર્ભે જરૂરી પગલાં લેવા વીજ મંત્રાલયને પણ વિનંતી કરી છે. વર્ષ 2020 માં, BADP માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે સરહદથી 0-50 કિમીના અંતરે આવેલા ગામોને સંપૂર્ણપણે આવરી લેવા જોઈએ. ઈન્ટરનેટ અને વીજળીની સરળ ઍક્સેસ સીમાંત ગામડાઓમાંથી સ્થળાંતર અટકાવશે, જે સરહદ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ