OBC Reservation: ઓબીસી રાજકીય અનામતને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું રાજકારણ ફરી ગરમાયુ

|

Jan 17, 2022 | 11:16 AM

સુપ્રીમ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી રાજકીય અનામતને રદ કરી દીધી છે. સાથે જ તે પણ નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ સંજોગોમાં અનામતની મહત્તમ મર્યાદા 50 ટકાથી વધી ન શકે.

OBC Reservation: ઓબીસી રાજકીય અનામતને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું રાજકારણ ફરી ગરમાયુ
Supreme Court (File Image)

Follow us on

સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ઓબીસી રાજકીય અનામત (OBC Political Reservation)ને લઈ આજે મહત્વની સુનાવણી છે. આ સુનાવણી પર તમામ લોકોની નજર છે. મહારાષ્ટ્રમાં ઓબીસી રાજકીય અનામત વગર જ નગર પંચાયતની ચૂંટણી (Local body election) થઈ રહી છે. આ ચૂંટણી સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ થઈ રહી છે. નગર પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ ઓબીસી માટે રાજકીય અનામતની તરફેણમાં શું દલીલો રજૂ કરશે, તે જોવાનું રહેશે.

બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ ઓબીસી રાજકીય અનામત વગર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઈ નથી. સાથે જ કેન્દ્ર સરકાર પણ ઈમ્પીરીયલ ડેટા અંગે કોર્ટ સમક્ષ જે દલીલો રજૂ કરવામાં આવી છે, તેને લઈને પણ કોર્ટ આજે કોઈ નિર્દેશ આપી શકે છે.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી રાજકીય અનામતને રદ કરી દીધી છે. સાથે જ તે પણ નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ સંજોગોમાં અનામતની મહત્તમ મર્યાદા 50 ટકાથી વધી ન શકે. આ સિવાય સુપ્રીમ કોર્ટે રાજ્યને OBC અનામતના દાવાની તરફેણમાં ઈમ્પીરીયલ ડેટા એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઈમ્પીરીયલ ડેટાથી સ્પષ્ટ થશે કે રાજ્યમાં કોઈપણ જાતિને પછાત કેમ ગણવી જોઈએ? જો તે પછાત છે તો તેની ચોક્કસ સંખ્યા કેટલી છે? એટલે કે ચોક્કસ ટકાવારી અનામતની માગણી કયા આધારે કરવામાં આવી રહી છે? રાજ્ય સરકાર તેના માટે સમય માંગી રહી છે અને કેન્દ્ર સરકાર પાસે આગ્રહ કરી રહી છે કારણ કે તેમની પાસે વસ્તી ગણતરીના આંકડા છે.

તેનાથી તે ઈમ્પીરીયલ ડેટા ઉપલબ્ધ કરવામાં મદદ કરે. બીજી તરફ કેન્દ્ર તરફથી જાતિ ગણતરી પર પ્રતિબંધ છે, એટલે કે જ્યાં સુધી ઈમ્પીરીયલ ડેટા એકત્રિત ન કરી શકાય ત્યાં સુધી રાજકીય રીતે પછાત વર્ગ કેવી રીતે ગણી શકાય? ત્યારે અનામત કયા આધારે આપવી જોઈએ? અને જો પછાત ગણાય તો પણ તેમને કેટલા ટકા અનામત આપવી તે કેવી રીતે નક્કી કરવું?

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે મૂંઝવણ

સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકારને ઈમ્પીરીયલ ડેટા એકત્ર કરવા માટે કહ્યું હતું. તેના વિશે અત્યાર સુધી એકત્ર કરેલી જાણકારીઓ સરકાર આજે કોર્ટની સામે રજૂ કરી શકે છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સ્થાનીક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી અનામત રદ કરવાથી ખાલી સીટો પર ચૂંટણી કરવાનો આદેશ આપ્યો હતો પણ આ સીટો પર ઓપન કેટેગરીથી ચૂંટણી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ત્યારે રાજ્યના પક્ષોને ઓબીસી મતદારોની નારાજગીનો ભય હતો. આ પછી અલગ-અલગ પક્ષોએ નક્કી કર્યું કે જ્યાં સુધી રદ કરાયેલી રાજકીય અનામત ફરીથી લાગુ નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના તમામ OBC કેટેગરીના ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારશે. આ તમામ અંદાજોની વચ્ચે આવતીકાલે મતદાન થવાનું છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટની સુનાવણીમાં શું અપડેટ બહાર આવે છે.

કોરોના સંકટની વચ્ચે કોર્ટનું કામકાજ ઓનલાઈન પદ્ધતિ દ્વારા ચાલી રહ્યું છે. તેથી આજની સુનાવણી ઓનલાઈન થવાની છે. તેની વચ્ચે રાજ્ય સરકાર ઈમ્પીરીયલ ડેટા એકત્ર કરવાના મુદ્દા પર કોર્ટ સામે શું દલીલી કરે છે, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો:  Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ નોંધાયા, રિક્વરી રેટમાં પણ વધારો

Next Article