Corona Update : હાલમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી (Corona Third Wave) રહી છે, જેના કારણે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના કેસોમાં (Corona Case) વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. જોકે, મુંબઈ (Mumbai) જેવા મહાનગરમાં નવા કેસોની સંખ્યા પહેલા કરતા ઓછી છે. પરંતુ હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં કોરોના બેકાબૂ બની રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કોરોના હજુ પણ ચિંતાનો વિષય છે. આ રાજ્યોમાં સાપ્તાહિક હકારાત્મકતા દરમાં ક્રમશ વધારો જોવા મળ્યો છે.
જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં પહેલા 20.35 ટકા અને હવે 22.12 ટકા , કર્ણાટકમાં પહેલા 6.78 ટકા અને હવે 15.12 ટકા, તમિલનાડુમાં પહેલા 10.70 ટકા અને હવે 20.50ટકા , કેરળમાં પહેલા 12.28 ટકા અને હવે 32.34 ટકા, દિલ્હીમાં પહેલા 21.70 ટકા અને હવે 30.53 ટકા, ઉત્તર પ્રદેશમાં પહેલા 3.32 ટકા અને હવે 6.33 ટકા પોઝિટિવિટી રેટ નોંધાયો છે, જે ચિંતાનો વિષય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, દેશભરમાં 515 જિલ્લા એવા છે જ્યાં છેલ્લા અઠવાડિયામાં સકારાત્મકતા દર 5 ટકાથી વધુ રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ હતુ કે, ‘હાલમાં વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં દરરોજ 29 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 4 અઠવાડિયામાં આફ્રિકામાં કોવિડના કેસમાં ઘટાડો થયો છે, જ્યારે એશિયામાં કોવિડના કેસ વધ્યા છે, જ્યારે યુરોપમાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે રાહતની વાત એ છે કે આ સમય દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવાની અને મૃત્યુની (Corona Death Rate) સંખ્યા ઘણી ઓછી રહી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 લાખ 47 હજારથી વધુ કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ગુરુવારની સરખામણીમાં શુક્રવારે દેશમાં 29,722 વધુ કેસ નોંધાયા છે. ગુરુવારે, કોરોના વાયરસના 3,17,532 કેસ હતા. નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની (Active Case) સંખ્યા 20 લાખને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 4,88,396 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાની સાથે ભારતમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે, જે ચિંતાજનક છે.
આ પણ વાંચો : આ રાજ્યમાં Corona બેકાબૂ, એક દિવસમાં 46 હજાર નવા કેસ આવતા આગામી બે રવિવારે સંપૂર્ણ Lockdown
Published On - 2:49 pm, Fri, 21 January 22