સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ XE વેરિએન્ટને લઈ કરી બેઠક, મોનિટરિંગ અને સર્વિલાન્સ સિસ્ટમને મજબૂત કરવાનો નિર્દેશ

|

Apr 12, 2022 | 2:30 PM

મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના વાયરસ સામે ચાલી રહેલી રસીકરણ ઝુંબેશને પૂરેપૂરી ઝડપે ચલાવવામાં આવે અને તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી આપવામાં આવે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ XE વેરિએન્ટને લઈ કરી બેઠક, મોનિટરિંગ અને સર્વિલાન્સ સિસ્ટમને મજબૂત કરવાનો નિર્દેશ
Health Minister held Review meeting over XE variant
Image Credit source: Twitter

Follow us on

વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના (Corona virus) નવા XE વેરિઅન્ટને લઈને ભારત સરકારે એક બેઠક યોજી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandaviya) આ પ્રકાર અંગે ચર્ચા કરવા નિષ્ણાતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે અધિકારીઓને નવા પ્રકારો અને કેસોની દેખરેખ વધારવાનો નિર્દેશ આપ્યો. તેમણે ટ્વીટ કર્યું કે મોનિટરિંગ અને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે કોવિડ-19નું ઓમિક્રોન XE વેરિઅન્ટ (XE Variant) વિશ્વના દેશો માટે માથાનો દુખાવો બની ગયું છે.

નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે. પૉલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, આઈસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવ, નીતિ આયોગના ડૉ. એનકે અરોરા અને આરોગ્ય મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા. દવા સંબંધિત મૂળભૂત બાબતોની સમીક્ષા દરમિયાન, કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને કોવિડની સારવાર માટે દવાઓ અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતાની સતત સમીક્ષા કરવા કહ્યું.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સ્વાસ્થ્ય મંત્રીએ બેઠક બાદ કર્યુ ટ્વીટ

રસીકરણને ઝડપી કરવાનો નિર્દેશ

મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોના વાયરસ સામે ચાલી રહેલી રસીકરણ ઝુંબેશને પૂરેપૂરી ઝડપે ચલાવવામાં આવે અને તમામ પાત્રતા ધરાવતા લોકોને રસી આપવામાં આવે. મળતી માહિતી મુજબ માંડવિયાએ નવા XE વેરિઅન્ટનો અભ્યાસ કરવાનું પણ કહ્યું છે. આ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં તેના કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં વાયરસની ચોથી લહેરનો ખતરો વધી રહ્યો છે. જો કે કેન્દ્ર સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ડરવાની જરૂર નથી.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળ્યા કેસ

ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેના કેસ મળ્યા પછી NTAGI (National Technical Advisory Group on Immunisation)ના ચીફ એનકે અરોરાએ કહ્યું કે ભારતમાં XE વેરિઅન્ટ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જ્યારે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના એક્સ સ્ટ્રેનની વાત આવે છે તો ચિંતા કરવાની કોઈ વાત નથી. તેનાથી ગંભીર સ્થિતિનું નિર્માણ થતું નથી અને વર્તમાન ડેટા મુજબ ભારતમાં તેના ઝડપી પ્રસારનું વલણ જોવા મળ્યું નથી.

આ પણ વાંચો:  Ukraine Russia War : મારીયુપોલ પર કેમિકલ હુમલો હજારો લોકો માર્યા ગયા, જાણો 10 પોઈન્ટમાં યુદ્ધ સાથે જોડાયેલા મોટા અપડેટ્સ

આ પણ વાંચો: Saina Nehwal કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સમાં નહીં રમે, BAIને લખયો પત્ર, ચાહકો નિરાશ થયા

Next Article