શું યુરોપના દેશોમાં હિંદુઓ સામેની નફરત વધી રહી છે? શા માટે હિંદુઓ બની રહ્યા છે હેટક્રાઈમનો ભોગ?- વાંચો

છેલ્લા ઘણા સમયથી પશ્ચિમમાં ખાસ કરીને કેનેડા અને બ્રિટન જેવા દેશોમાં હિંદુઓ વિરુદ્દ નફરતથી ભરેલુ વર્તન વધી રહ્યુ છે. ત્યારે સ્કોટલેન્ડની સંસદમાં હિંદુ ફોબિયા પર લગામ લગાવવાની વાત થઈ રહી છે. સ્કોટિશ સાંસદ એશ રેગને આ મુ્દો ઉઠાવી તેની સામે પ્રસ્તાવ લાવવાની માગ કરી છે. લગભગ 30 હજાર હિંદુ વસ્તીવાળા દેશમાં એવુ શું થઈ રહ્યુ છે, જે વાત પાર્લામેન્ટ સુધી પહોંચી ગઈ છે?

શું યુરોપના દેશોમાં હિંદુઓ સામેની નફરત વધી રહી છે? શા માટે હિંદુઓ બની રહ્યા છે હેટક્રાઈમનો ભોગ?- વાંચો
| Updated on: Apr 24, 2025 | 9:31 PM

સ્કોટલેન્ડની સંસદમાં હાલમાં જ હિંદુફોબિયાનો મુદ્દો ઉઠ્યો હતો. સ્કોટિસ સાંસદ એશ રેગને આ મુદ્દે વાત કરતા કહ્યુ જો મંદિરોમાં તોડફોડ થઈ રહી હોય, અથવા લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો હોય તેનો મતલબ એ નથી કે માત્ર હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. પરંતુ આ સમગ્ર દેશના મૂલ્યોનું પણ પતન થઈ રહ્યુ છે. કેનેડા, બ્રિટેન અને અમેરિકામાં હાલમાં હિંદુ વસ્તીની વધતી અસ્વીકાર્યતા વચ્ચે આ એક નવુ પગલુ છે. આ પહેલા એન્ટી સેમિટિઝ્મ એટલે કે યહુદીઓ થી નફરત અને ઈસ્લામોફોબિયા જેવા શબ્દોની ચર્ચા થતી હતી. સ્કોટલેન્ડની કૂલ વસ્તી લગભગ 0.3% છે. આટલી નાની વસ્તી પણ સ્થાનિક લોકોની નફરતથી બચી શકી નથી. હાલમાં સંસદમાં ઉઠેલો મુદ્દો એક ખાસ રિપોર્ટ- હિંદુફોબિયા ઈન સ્કોટલેન્ડ પર આધારીત છે. જે ગાંધીયન પીસ સોસાયટીએ તૈયાર કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીના અંતમાં જ તેને રિલીઝ કરવામાં આવ્યો. આવુ પ્રથમવાર છે કે જ્યારે આ દેશમાં હિંદુઓ સામેના ભેદભાવ પર ખુલીને ચર્ચા થઈ. આ રિપોર્ટને ગંભીરતાથી લેતા સંસદ સભ્યોએ હિંદુઓની સુરક્ષા માટે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો