
પ્રયાગરાજ મહાકુંભમાં તેના આકરા તેવર અને નિવેદનોથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી હર્ષા રિછારિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ચર્ચાનું કારણ છે એક વિચીત્ર પ્રકારનો લગ્નનો પ્રસ્તાવ. જે તેને ઈમેલ દ્વારા મળ્યો. ભોપાલની રહેવાસી હર્ષાને અસલમ પઠાણ નામના યુવકે એક મેલ મોકલ્યો. જેમા તેમણે સીધો જ સવાલ કર્યો “Hi, હર્ષા આપની સાથે લગ્ન કરવા છે. આપ જણાવો મારે શું કરવુ પડશે? જો તમે કહો તો હું ભોપાલ આવી જાઉ અને કાલે જ લગ્ન કરી લઉ”
પ્રયાગરાજમાં આયોજિત થયેલા મહાકુંભ પોતાના તીખા તેવરો અને નિવેદનો માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી હર્ષા રિછારિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે. જો કે હંમેશા તેના બેબાક નિવેદનો માટે જાણીતી હર્ષા આ વખતે જે કારણને લઈને ચર્ચામાં આવી છે તે ઘણુ વિચીત્ર છે. હર્ષાને એક વિચીત્ર લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે. આ લગ્નનો પ્રસ્તાવ અસલમ પઠાણ નામના એક શખ્સ દ્વારા મળ્યો છે. અસલમે તેને સીધો જ મેલ દ્વારા સવાલ કર્યો છે HI હર્ષા મારે આપની સાથે લગ્ન કરવા છે આપ મને જણાવો કે મારે શું કરવુ પડશે ? જો તમે કહો તો હું ભોપાલ આવી જાઉ અને કાલે જ લગ્ન કરી લઉ.
હર્ષાએ આ મેઈલને સાર્વજનિક કરતા જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશોટ શેર કરતા કહ્યુ કે સૌથી પહેલા તો આ માણસની હિંમતની પ્રશંસા કરવી જોઈએ કે તેમણે પ્રસ્તાવ મોકલ્યો તો પણ કોને મોકલ્યો. બીજી વાત એ કે તને શું લાગે છે હિંદુ સિંહોને છોડીને અમને શું હવે મુસ્લિમ સુવરો ગમવા મંડશે? ત્રીજી વાત, જો હું આજે હિંદુ છુ તો તેનો મતલબ મારા દાદા-પરદાદાએ ધર્મ પરિવર્તન સામે લડાઈ લડી હશે અને એ જ ધર્મપરિવર્તનની વિરુદ્ધ હું પણ છુ. ચોથી વાત તમે લોકો ના તો તમારી માતાના સગા છો ના તો તમારી બહેન દીકરીઓના સગા છો તો પછી તમે કોના સગા બની શકશો? હર..હર.. મહાદેવ. જો કે હર્ષા તરફથી આ મામલે કોઈ જ ફરિયાદ નથી નોંધાવવામાં આવી.
હર્ષાએ વધુ એક વીડિયો શેર કરતા કહ્યુ કે આશા રાખુ છુ કે અત્યાર સુધીમાં આપણને ભાઈચારાનો બોધપાઠ મળી ગયો હશે અને સેક્યુલરિઝમનો જે કિડો દિમાગમાંથી બહાર નીકળવાનો શરૂ થઈ ગયો હશે અને જો હજુ પણ નહીં સુધરો તો પછી તમારા ઘરને આગના હવાલે થવા દો.. જય શ્રી રામ
હર્ષા રિછારિયા જે નિરંજની અખાડા સાથે જોડાયેલી છે. મહાકુંભ દરમિયાન તે તેના બેબાક અંદાજ માટે ઘણી વાયરલ થઈ હતી. તે ઝાંસીની રહેવાસી છે પરંતુ હાલ ભોપાલમાં રહે છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:24 pm, Mon, 5 May 25