સુરતના ગોઝારા અગ્નિકાંડમાં 20 લોકોના મોત થયા છે ત્યારે સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને ખો આપી રહ્યાં છે અને જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. દર વખતની જેમ જવાબદારી લેવાને બદલે સરકારી વિભાગો એકબીજા પર દોષનો ટોપલો નાંખીને છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
સુરતના મજુરા વિસ્તારના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું કે તમામ બાબતોની ગંભીર નોંધ લઈને મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સૌએ સાવચેત થવું જ પડશે અને દોષિતોને દાખલો બેસે તેવી કડક સજા જરૂર મળશે.
આ પણ વાંચો: TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?