હરિદ્વાર ધર્મ સંસદ વિવાદ: હેટ સ્પીચ આપનારાઓની વિરૂદ્ધ કાર્યવાહીની માંગ, સુપ્રીમ કોર્ટ અરજી પર સુનાવણી કરવા તૈયાર

|

Jan 10, 2022 | 1:31 PM

આ કથિત 'ધર્મ સંસદ' દરમિયાન ઘણા લોકો દ્વારા નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલાની તપાસ માટે ઉત્તરાખંડ પોલીસે એસઆઈટી ગઠિત કરી છે.

હરિદ્વાર ધર્મ સંસદ વિવાદ: હેટ સ્પીચ આપનારાઓની વિરૂદ્ધ કાર્યવાહીની માંગ, સુપ્રીમ કોર્ટ અરજી પર સુનાવણી કરવા તૈયાર
Supreme Court (File Image)

Follow us on

ઉત્તરાખંડ (Uttrakhand)ના હરિદ્વાર (Haridwar)માં તાજેતરમાં યોજાયેલી ‘ધર્મ સંસદ’ (Dharam Sansad) દરમિયાન હેટ સ્પીચ અને ઉશ્કેરણીજનક નિવેદનો કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરતી PILની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ (Supreme Court)સંમત થઈ હતી.

ચીફ જસ્ટિસ એનવી રમણાની અધ્યક્ષતાવાળી બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ (Kapil Sibal)ની રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવી છે કે એફઆઈઆર નોંધવામાં આવી હોવા છતાં દ્વેષપૂર્ણ ભાષણો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

સિબ્બલે કોર્ટમાં કહ્યું હરિદ્વારમાં 17થી 19 ડિસેમ્બરની વચ્ચે ધર્મ સંસદમાં જે થયું, તે સંબંધમાં મેં PIL દાખલ કરી છે. આપણે એવા મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં દેશમાં ‘સત્યમેવ જયતે’નો નારા બદલાઈ ગયો છે.” આ પછી CJI રમનાએ કહ્યું કે કોર્ટ આ મામલાની સુનાવણી કરશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ કથિત ‘ધર્મ સંસદ’ દરમિયાન ઘણા લોકો દ્વારા નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલાની તપાસ માટે ઉત્તરાખંડ પોલીસે એસઆઈટી ગઠિત કરી છે. ગયા અઠવાડિયે ગઢવાલના DIG કેએસ નાગન્યાલે જણાવ્યું હતું કે કેસની તપાસ માટે 5 સભ્યની SIT ગઠિત કરવામાં આવી છે. જ્યારે તેમને પૂછ્વામાં આવ્યું કે આ કેસથી જોડાયેલા ઘણા લોકોની ધરપકડ પણ થશે તો નાગન્યાલે કહ્યું કે નિશ્ચિત રીતે જો તપાસમાં મજબૂત પુરાવા મળશે તો ચોક્કસ ધરપકડ થશે.

યતિ નરસિમ્હાનંદ સહિત 5 લોકો વિરુદ્ધ FIR

તેમને જણાવ્યું હતું કે આ કેસમાં 5 લોકોની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં વસીમ રિજવી, જેમને ગયા મહિને હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ જીતેન્દ્ર નરાયણ ત્યાગી નામ રાખ્યું છે. સાધવી અન્નપુર્ણા ધર્મદાસ, સંત સિંધુ સાગર અને ધર્મ સંસદના આયોજક અને ગાજિયાબાદના ડાસના મંદિરના મુખ્ય પૂજારી યતિ નરસિમ્હાનંદ સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે એફઆઈઆરમાં કલમ 153-એ સિવાય ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 295 પણ ઉમેરવામાં આવી છે. હરિદ્વારના વેદ નિકેતન ધામમાં 16-19 ડિસેમ્બર દરમિયાન ધર્મ સંસદમાંવક્તાઓએ કથિત રીતે મુસ્લિમ સમુદાય વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું.

આ પણ વાંચો: કાશી વિશ્વનાથ ધામમાં હવે ખુલ્લા પગે કર્મચારીઓ નહીં કરે ડ્યુટી, PM મોદીની પહેલ પર દિલ્હીથી આવ્યા ખાસ ચંપલ

આ પણ વાંચો: અભદ્ર ભાષા વાળો ઓડિયો વાયરલ થયા બાદ કોટક બેંક BharatPeના સ્થાપક અશ્નીર ગ્રોવર સામે કરશે કાનૂની કાર્યવાહી

Next Article