દેશમાં કોરોનાના (Corona) વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) બુધવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન પીએમ મોદીએ બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકારોને પેટ્રોલ ડીઝલ (Petrol Diesel Rate) પર વેટ ઘટાડીને જનતાને રાહત આપવા વિનંતી કરી હતી. પીએમ મોદીની આ વિનંતી બાદથી વિપક્ષ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષનું વલણ જોઈને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પ્રતિક્રિયા આપી છે.
The curious case of Telangana.
Imposes one of the highest VAT on Petrol & diesel – 35.20% on petrol & 27% on diesel. State govt has collected ₹56,020 cr as VAT from 2014 to 2021. Projected to mop up ₹13,315 cr in 2021-22.
Adds up to a huge ₹69,334 cr.Where has it gone?
— Hardeep Singh Puri (@HardeepSPuri) April 28, 2022
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને કેન્દ્ર સરકાર પર વિરોધ પક્ષોના મુખ્યમંત્રીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો છે. મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે જો બિન-ભાજપ શાસિત રાજ્યો આયાતી દારૂને બદલે ઈંધણ પર ટેક્સમાં ઘટાડો કરે તો સામાન્ય લોકોને પેટ્રોલ સસ્તામાં ઉપલબ્ધ કરાવી શકાય. તેમણે ટ્વીટ કરીને વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે જો બિન-ભાજપ શાસિત રાજ્યો આયાતી શરાબને બદલે ઈંધણ પર ટેક્સ ઘટાડશે તો પેટ્રોલ સસ્તું થશે.
મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ પર ₹32.15/લીટર ચાર્જ કરી રહી છે, જ્યારે રાજસ્થાન પેટ્રોલ પર ₹29.10/લીટર વસૂલે છે. બીજી તરફ જો ભાજપ શાસિત રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડમાં ₹14.51/લીટર અને ઉત્તર પ્રદેશમાં ₹16.50/લીટર ટેક્સ વસૂલવામાં આવે છે. તેમણે કહ્યું કે વિપક્ષ આ મુદ્દે ગમે તેટલો હંગામો કરે, પરંતુ સત્ય બદલાશે નહીં. અન્ય એક ટ્વીટમાં હરદીપ સિંહ પુરીએ લખ્યું કે મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2018થી ઈંધણ ટેક્સ દ્વારા 79,412 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા, જ્યારે આ વર્ષે 33,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં લોકોને પેટ્રોલના વધતા ભાવોમાંથી રાહત આપવા માટે વેટ કેમ ઘટાડતા નથી?
જણાવી દઈએ કે દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ બુધવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ પ્રસંગે તેમણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વિપક્ષ શાસિત રાજ્યોને મોંઘવારીમાંથી જનતાને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલ પરના મૂલ્યવર્ધિત કર (VAT)માં ઘટાડો કરવા વિનંતી કરી. જો કે તેમની વિનંતી પર હવે વિપક્ષે વળતો પ્રહાર કર્યો છે.