આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ડૉ. સંદીપ પાઠક, ક્રિકેટર હરભજન સિંહ (Harbhajan Singh) અને દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા (MLA Raghav Chadha)ને પંજાબથી રાજ્યસભા માટે નામાંકિત કરશે. સંદીપ પાઠકની વાત કરીએ તો પંજાબમાં પાર્ટીની જીતમાં તેણે મોટી ભૂમિકા ભજવી હતી. પંજાબમાં સતત ત્રણ વર્ષ રહીને તેમણે બૂથ લેવલ સુધી સંગઠન બનાવ્યું છે. તેઓ IITમાં ભૌતિકશાસ્ત્રના જાણીતા પ્રોફેસર છે. તેઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માનના નજીકના માનવામાં આવે છે. AAPએ પણ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાનો મૂડ બનાવી લીધો છે.
તે જ સમયે પંજાબની 5 રાજ્યસભા બેઠકો માટે આજે છેલ્લો દિવસ છે, પંજાબમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી યોજાવાની છે, 5 સાંસદોનો કાર્યકાળ 9 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. એવા પણ સમાચાર છે કે અશોક મિત્તલ પણ પંજાબથી રાજ્યસભામાં જઈ શકે છે. આમ આદમી પાર્ટીએ તેમના નામ પર મહોર મારી દીધી છે. તેઓ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના સ્થાપક છે. મિત્તલ શિક્ષણ અને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના કામ માટે જાણીતા છે.
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનની (Bhagwant Mann) પ્રથમ કેબિનેટ બેઠક ચંદીગઢમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભગવંત માન કેબિનેટે 25,000 પદોની તાત્કાલિક ભરતીને મંજૂરી આપી છે. પંજાબના બોર્ડ, કોર્પોરેશન અને સરકારી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. કેબિનેટે ત્રણ મહિનાનો વોટ ઓન એકાઉન્ટ (ત્રણ મહિના માટે સરકારના ખર્ચનું બજેટ) લેવાનો નિર્ણય કર્યો છે. જૂન મહિનામાં બજેટ (Budget) રજૂ કરવામાં આવશે. કેબિનેટે પૂરક અનુદાનને પણ મંજૂરી આપી છે.
અગાઉ, મુખ્યપ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની કેબિનેટમાં એક મહિલા સહિત 10 આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પંજાબ ભવનમાં મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ 10 મંત્રીઓમાંથી 8 પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તમામે પંજાબી ભાષામાં શપથ લીધા હતા.
આ પણ વાંચો: Jammu Tawi Places: જમ્મુ તાવીમાં ઘણા પ્રવાસન સ્થળો છે, જેની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ