Happy Holi 2021 : ઘરમાં જ રહીને ઉજવો આ વખતની હોળી, શુભકામનાઓ પાઠવો પણ ગળે ન મળો

|

Mar 29, 2021 | 8:37 AM

Happy Holi 2021 : હોળીના દિવસે લોકો બધુ જ ભૂલીને રંગથી રમે છે પરંતુ આ વખતે આપણો દુશ્મન કોઇ વ્યક્તિ નહી અદ્રશ્ય વાયરસ છે. આ વાયરસ બીજી વાર માથું ઉંચકી રહ્યો છે. આ વખતે હોળીના દિવસે કોઇ વ્યક્તિને ગળે મળવું નહિ.

Happy Holi 2021 :  ઘરમાં જ રહીને ઉજવો આ વખતની હોળી, શુભકામનાઓ પાઠવો પણ ગળે ન મળો
Happy Holi

Follow us on

Happy Holi 2021 : હોળીના દિવસે લોકો બધુ જ ભૂલીને રંગથી રમે છે પરંતુ આ વખતે આપણો દુશ્મન કોઇ વ્યક્તિ નહી અદ્રશ્ય વાયરસ છે. આ વાયરસ બીજી વાર માથું ઉંચકી રહ્યો છે. આ વખતે હોળીના દિવસે કોઇ વ્યક્તિને ગળે મળવું નહિ. દિલ અને દિમાગમાં ઉત્સાહ રાખીને બે ગજની દૂરી રાખીને રંગોત્સવ ઉજવવો જોઇએ.

મહામારીથી બચવાના નિયમોનું પાલન કરતી વખતે પોતાનુ અને પરિવારનુ ધ્યાન રાખો 

કોરોના વાયરસ નામનો દુશ્મન એક વાર ફરી દેશમાં માથું ઉંચકી રહ્યો છે. કોરોના વાયરસ નવા નવા રુપ બદલીને સામે આવી રહ્યો છે. એમતો કોરોના વાયરસના અનેક સ્વરુપ છે. પરંતુ હાલ મળેલા મ્યૂટેંટ વેરિએંટ અને બ્રિટેન , દક્ષિણ આફ્રિકા અને બ્રાજિલમાં વાયરસના નવા પ્રકાર વધારે ખતરનાક છે. મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજધાની દિલ્લી સહિત દેશ અને કેટલાક રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશમાં ગયા પખવાડિયામાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર , પંજાબ અને કર્ણાટકમાં મહામારીની બીજી લહેરે દસ્તક આપી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેટલાય રાજયોમાં હોળીના તહેવાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ધારા 144 લાગુ કરી દીધી છે જે અંતર્ગત એક સ્થાન પર પાંચથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બીજા કેટલાક રાજ્યોમાં સાવધાની સાથે હોલિકા દહનની પરવાનગી તો હતી પરંતુ રંગ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

રંગ ગુલાલ અને મસ્તી સાથે તહેવાર મનાવતી વખતે કોરોના મહામારીના સંકટને ધ્યાનમાં રાખવુ જોઇએ. ચીનના વુહાનથી નિકળેલા કોરોના વાયરસની બીજી લહેરને માત આપવા માટે આપણે કોઇ મિત્રના ગળે નથી મળવાનું . અદ્રશ્ય દુશ્મન ગળે ન પડી જાય તે માટે મિત્રોને પણ શુભકામનાઓ આપવાની છે પરંતુ મહામારીના વધતા સંકટ વચ્ચે આપણે એક-બીજાની નજીક નથી જવાનું દૂર રહીને આ દુઆ કરવાની છે.

કોરોનાથી બચવા માટે બધા નિયમોનું પાલન કરતા સમયે આપણે આપણી અને આપણા પરિવારની ખુશીનું ધ્યાન રાખવાનું છે. દરેક તહેવાર પાછળ કોઇ નવી શીખ છુપાયેલી હોય છે. હોળીનો તહેવાર સામુહિકતા શીખવે છે. એ કહે છે કે આપણે માત્ર આપણી નહી પરંતુ સમાજ સાથે જોડાયેલા દરેક વ્યક્તિની ચિંતા કરવાની છે. માટે દૂર રહીને તહેવાર મનાવતી વખતે પોતોના અંદર ઉમંગ અને ઉત્સાહ ઓછો નહી થવા દો.

 

Next Article