અજાન વિવાદ યથાવત: ઉન્નાવ શહેરમાં અજાનના સમયે લાઉડસ્પીકર પરથી કરવામાં આવ્યા હનુમાન ચાલીસાના પાઠ

|

Apr 20, 2022 | 8:24 AM

હિન્દુ જાગરણ મંચના પ્રાંત મંત્રી વિમલ દ્વિવેદી કહે છે કે ધાર્મિક સ્વતંત્રતા એકતરફી ન હોવી જોઈએ. બિન-મુસ્લિમ બહુમતી સમાજે મસ્જિદોમાંથી અજાન (Aaan) કેમ સાંભળવી જોઈએ ? આ ક્યાંકને ક્યાંક હિન્દુઓની (Hindu) ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.

અજાન વિવાદ યથાવત: ઉન્નાવ શહેરમાં અજાનના સમયે લાઉડસ્પીકર પરથી કરવામાં આવ્યા હનુમાન ચાલીસાના પાઠ
Azaan Controversy

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra) સર્જાયેલ અજાન VS હનુમાન ચાલીસાનો વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો. મહારાષ્ટ્ર બાદ આ વિવાદ ઉતરપ્રદેશ સહીત દેશના કેટલાક રાજ્યોમાં પ્રસર્યો છે. ઉતરપ્રદેશના (Uttar Pradesh) ઉન્નાવમાં હિન્દુ જાગરણ મંચના પ્રભારી વિમલ દ્વિવેદીએ અજાન સમયે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ (Hanuman Chalisa on Loudspeaker)કરતા વિવાદ વધુ વણસ્યો છે. એટલુ જ નહીં દિવસમાં 5 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે જ હાથમાં અજાન VS હનુમાન ચાલીસાના પોસ્ટરો સાથે લોકો જય શ્રી રામના નારા પણ લગાવતા જોવા મળ્યા હતા. આ સાથે હિંદુ જાગરણ મંચ દ્વારા શહેરમાં મંદિરોની બહાર હનુમાન ચાલીસાના પોસ્ટર (Poster) પણ વહેંચવામાં આવ્યા છે.

અટકવાનુ નામ નથી લઈ રહ્યો અજાન વિવાદ

હિન્દુ જાગરણ મંચના પ્રાંત મંત્રી વિમલ દ્વિવેદીએ શહેરના મહોલ્લા હાઉસિંગ ડેવલપમેન્ટ સ્થિત શિવ મંદિરમાં લાઉડસ્પીકર( Loudspeaker) લગાવીને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યુ છે.

હનુમાન ચાલીસાનો આ કાર્યક્રમ અવિરત ચાલુ રહેશે. જ્યારે મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા અજાન કરવામાં આવશે તે જ સમયે હનુમાન ચાલીસાના પાઠ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. હિન્દુ જાગરણ મંચના આ પગલાથી વિવાદ વધ્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath)  મંગળવારે સાંજે આદેશ જાહેર કર્યો છે કે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર કાર્યક્રમ નહીં થાય. જ્યાં પણ લાઉડસ્પીકર દ્વારા કાર્યક્રમો થશે, તેનો અવાજ એટલો હશે કે તે અવાજ પરિસરમાં જ રહે. જેથી તે બહાર સંભળાય નહીં.

29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો
Peacock Feather At Home: ઘરમાં મોરપંખ રાખવાથી શું થાય છે? જાણો અહીં
Plant In Pot : બ્રોકલી ઘરે ઉગાડવાની આ સરળ ટીપ્સ જાણો
આજનું રાશિફળ તારીખ 28-03-2025

અજાન પર આપતિ શા માટે ?

મુખ્યમંત્રીના આદેશ બાદ જ હિન્દુ જાગરણ મંચ દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે. પ્રાંત મંત્રી વિમલ દ્વિવેદીએ કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતા એકતરફી ન હોવી જોઈએ. બિન-મુસ્લિમ બહુમતી સમાજે મસ્જિદોમાંથી અજાન કેમ સાંભળવી જોઈએ ? જેમાં માત્ર અલ્લાહની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. આ ક્યાંકને ક્યાંક હિન્દુઓની ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. તેમજ લાઉડ સ્પીકર એ ઇસ્લામનો ભાગ નથી, તે થોડા દાયકાઓ પહેલાની શોધ છે, પરંતુ કોર્ટના આદેશ છતાં વહીવટીતંત્ર કોર્ટના આદેશનો અમલ કરી શકતું નથી ત્યારે મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર આવ્યા નથી. આથી હિન્દુ જાગરણ મંચ દ્વારા મંદિરોમાંથી 5 વખત હનુમાન ચાલીસા વગાડવામાં આવશે અને જિલ્લાના દરેક મંદિરો સુધી હિન્દુ સમાજ દ્વારા તેની શરૂઆત કરવામાં આવશે.

 

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : હવે જહાંગીરપુરીમાં ચાલશે બુલડોઝર, MCDએ દિલ્હી પોલીસ પાસે 400 જવાનોની કરી માંગ