
કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા પહલગામ હુમલા બાદ હાલ હમાસ અને લશ્કર-એ-તૈયબાની પીઓકેમાં મળેલી મીટીંગનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે પીઓકેમાં આયોજિત આ પ્રોગ્રામમાં લશ્કર-એ-તૈયબા અને આતંકવાદી સંગઠન હમા સાથે મંચ શેર કર્યો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને અમિત શાહને ‘દુશ્મન’ જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામનો કથિત વીડિયો પણ વાયરલ થયો છે. હાલ પહલગામના આતંકી હુમલા બાદ આ વીડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે અને એવુ મનાઈ રહ્યુ છે કે કાશ્મીર પર આ હુમલાનો તખ્તો શું ત્યારે જ ઘડાઈ ગયો હતો. તેની પાછળના કેટલાક કારણો પણ સમજી લઈએ.. પાકિસ્તાન શું કરવા માગે છે? પેલેસ્ટાઈનની જેમ હમાસે અલ અક્સા ફ્લડ નામનું મિશન ચલાવ્યુ હતુ. આ અલ અક્સા ફ્લડ મિશનથી પાકિસ્તાની લીડર મોટિવેટ થયા છે. તે અલ અક્સા ફ્લડ મિશન અંતર્ગત હમાસના આતંકીઓએ પોતાના પેરાશુટ અને હથિયારો સાથે ઈઝરાયેલમાં ઘુસ્યા. આ દરમિયાન તેમણે ઈઝરાયેલીઓને બંધક બનાવ્યા. મોટી સંખ્યામાં ઘાતકી રીતે કતલેઆમ કરી. અલ અક્સા ફ્લડની આ તસવીરો...